Gujarat rain : ગુજરાત વરસાદી માહોલ યથાવત, 67 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

Gujarat rain : લાંબા વિરામ બાદ ગુજરાતમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી થઈ છે. છેલ્લા 24 કલાકમાં વરસેલા ભારે વરસાદે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તબાહી મચાવી છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 67 તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના તાલાલા અને ભાવનગર સહિતના વિસ્તારોમાં પડ્યો છે, જ્યાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે, જેનાથી ખેડૂતો અને સામાન્ય જનતામાં ખુશીનો માહોલ છે.

Gujarat rain

બીજી તરફ દેવભૂમિ દ્વારકામાં સતત ચોથા દિવસે પણ ધોધમાર વરસાદ ચાલુ રહેતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢના મેંદરડામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, આહવા, ડાંગ અને વલસાડમાં હજુ પણ ભારે વરસાદી ઝાપટા ચાલુ રહેશે.

ઉપરાંત 23 થી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે.

આ ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે અને અનેક જગ્યાએ વીજળી ગુલ થવાના પણ અહેવાલો છે. સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X