Gujarat Rain : ગુજરાતમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળશે, એક સાથે ચાર સિસ્ટમ સક્રિય
Gujarat Rain : ગુજરાત પર ફરી એકવાર મેઘરાજા મહેરબાન થવાની શક્યતા છે. રાજ્યમાં એકસાથે ચાર-ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી દિવસોમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે 14મી ઓગસ્ટથી વરસાદનું જોર વધશે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 13મી ઓગસ્ટથી 19મી ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હાલમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર, મોન્સૂન ટ્રફ અને ઇસ્ટ-વેસ્ટ ટ્રફ જેવી ચાર અલગ-અલગ સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટમ્સના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ વધી ગઈ છે.
હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા માટે સૂચન કર્યું છે. ભારે પવન અને વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને આ સાવચેતી રાખવા જણાવાયું છે.
ચોમાસાની વર્તમાન પરિસ્થિતિ જોતા ખેડૂતો અને સામાન્ય જનતા માટે આ સારા સમાચાર છે. જો કે, ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ શકે છે, તેથી તંત્ર પણ એલર્ટ પર છે.












Click it and Unblock the Notifications
