Gujarat rain forecast : હવે ચોમાસુ સાચો રંગ દેખાડશે, આ જિલ્લા માટે રેડ એલર્ટ જારી
Gujarat rain forecast : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજ્યના ઘણા જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
આગામી 24 થી 48 કલાક માટે કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની શક્યતાને કારણે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

IMD અનુસાર, 21મી ઓગસ્ટ સવાર સુધી જૂનાગઢ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની સાથે અત્યંત ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, આ જ સમયગાળા દરમિયાન નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, મોરબી અને બોટાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.
22 ઓગસ્ટથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થઈ શકે છે. જો કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, દાહોદ, મહિસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગો (સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, અને કચ્છ) માં ભારે વરસાદની સંભાવના છે.
હવામાન નિષ્ણાતો અનુસાર, આ વરસાદ માટે ઓરિસ્સા અને મધ્ય ભારતમાં સક્રિય થયેલી લો-પ્રેશર સિસ્ટમ્સ, અરબી સમુદ્રમાં બનેલું ચક્રવાતી પરિભ્રમણ અને સક્રિય ચોમાસુ ટ્રફ જવાબદાર છે.












Click it and Unblock the Notifications
