Gujarat Rain: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, આજે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ બરાબર જામ્યુ છે. હવામાન વિભાગ દ્વારા આજે ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. જેમાં રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં 21 તાલુકાઓમાં 4 ઈંચ કરતા વધુ વરસાદ થયો છે. પલસાણા અને માણાવદરમાં 8.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

rain

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. સવારે બે કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે તેલી નદીમાં પૂર આવ્યુ હતુ. ખંભાળિયાના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. આ સાથે બે કલાકમાં વિસાવદરમાં ત્રણ ઇંચ, કાલાવાડમાં 2.8 ઇંચ તથા ધોરાજી, વંથલી, ઉપલેટા, કલ્યાણપુરમાં બે ઇંચ અને તેનાથી વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરતના મહુવામાં 7 ઈંચ, વંથલીમાં 6 ઈંચ, દ્વારકા, બારડોલી, કુતિયાણા, ઓલપાડમાં 6 ઈંચ વરસાદ થયો હતો. આ ઉપરાંત સુરત શહેરમાં 5.5 ઈંચ, મુંદ્રામાં 5.5 ઈંચ, વાપીમાં 5 ઈંચ, મેંદરડામાં 5 ઈંચ, ભરુચમાં 4.25 ઈંચ, જૂનાગઢમાં 4.25 ઈંચ, નવસારીમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગના આંકડા મુજબ અમદાવાદ શહેર સહિત અમદાવાદ જિલ્લાના તાલુકામાં ભારે વરસાદ નોંધાયો હતો. અમદાવાર શહેરમાં 24 કલાકમાં 3 ઈંચ વરસાદ થયો હતો. અમદાવાદ શહેરમાં 72 મીમી, બાવળામાં 24 મીમી, દસ્કોઈ 23 મીમી, દેત્રોજ 26 મીમી, ધંધૂકામાં 6 મીમી, ધોલેરામાં 34 મીમી, ધોળકામાં 22 મીમી, માંડલમાં 55 મીમી વરસાદ થયો હતો.

ગુજરાત રાજ્યમાં રવિવાર સવારના 6 વાગ્યાથી આજે સોમવાર સવારના 6 વાગ્યા સુધીમા 214 તાલુકામાં વરસેલા સાર્વત્રિક વરસાદને કારણે, પંચાયત હસ્તકના 26 રોડ અસરગ્રસ્ત થયા છે. આ માર્ગ ઉપર વાહનવ્યવહારને અસર થવા પામી છે. તો 38 ગામના વીજ પુરવઠાને પણ વરસાદને કારણે અસર થવા પામી છે.

રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપલેટાની સાથેસાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપલેટામા ત્રણ કલાકમા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

જામનગરના ગ્રામ્યવિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. કાલાવડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન તેમજ વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને પગલે, સ્થાનિક નદીમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા બે કલાકમાં આશરે 3 ઈંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે. વરસાદી પાણી ખેતરોમાં ફરી વળ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X