Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, 26થી 29 જુલાઈ સુધી પડશે અણધાર્યો વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની સંભાવનાઓ છે. કચ્છ, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદનું આરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે સુરેન્દ્રનગર અને મોરબીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. આ ઉપરાંત આણંદ, ખેડા, મહીસાગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે.

27 જુલાઈ સુધી રાજ્યમાં 1 વરસાદી સિસ્ટમ સક્રિય થશે
અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે. આજથી 2 દિવસ ગુજરાતમાં રાજસ્થાનને અડીને આવેલા ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. 19 જુલાઈએ સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે. પુષ્ય નક્ષત્રમાં થતા વરસાદનું પાણી સારૂ ગણવામાં આવે છે. 23થી 27 જુલાઈ સુધી રાજ્યમાં 1 વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગો સહિત વડોદરામાં વરસાદ લાવશે. આ ઉપરાંત કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થવાની સંભાવનાઓ છે.
26થી 29 જૂલાઈ સુધીમાં રાજ્યમાં અણધાર્યો વરસાદ થશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 26થી 29 જૂલાઈ સુધીમાં રાજ્યમાં અણધાર્યો વરસાદ થશે. 1 ઓગસ્ટથી ગુજરાતમાં નવા વાદળો બનશે. 6થી 10 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ થતા નર્મદા નદીમાં પાણી વધી શકે છે. આ ઉપરાંત સાબરમતી અને મહિસાગરમાં પાણીનું જળસ્તર વધશે. સોરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર અને ચોટીલાના થાનમાં વરસાદ થવાની સંભાવનાઓ છે.












Click it and Unblock the Notifications
