For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારે વરસાદને કારણે ગુજરાત સંકટમાં, 5000 લોકોને સ્થળાંતર કરાયા

ગુજરાતમાં સુરત, વડોદરા, નવસારી, વલસાડ સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર અને પાણી ભરાયા છે. વડોદરામાં રોગચાળાનો ખતરો છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં સુરત, વડોદરા, નવસારી, વલસાડ સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર અને પાણી ભરાયા છે. વડોદરામાં રોગચાળાનો ખતરો છે. નવસારીમાં પણ ચારેય બાજુ પાણી જ પાણી જોવા મળે છે. આવી સ્થિતિમાં ભારતીય વાયુ સેના અને એનડીઆરએફની ટીમો લોકોને બચાવવામાં રોકાયેલી છે. વાયુસેનાના એમઆઇ -17 હેલિકોપ્ટર અને એનડીઆરએફની આઠ નવી ટીમો તૈનાત કરવામાં આવી છે. નવસારી જિલ્લાના મેંધર ગામે ફસાયેલા 31 લોકોને બચાવવામાં આવ્યા હતા. વાયુસેનાએ દ્વારા અન્ય ઘણા વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

એમઆઈ -17 હેલિકોપ્ટરથી બચાવ

એમઆઈ -17 હેલિકોપ્ટરથી બચાવ

પત્રકારના જણાવ્યા અનુસાર, એનડીઆરએફ સ્થાનિક પોલીસની સાથે પૂરના પીડિતોને મદદ કરવામાં જોડાયા છે. વાયુસેનાએ ફસાયેલા લોકોને બચાવવા માટે બે ખાસ હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. કેટલાક લોકોને ત્યાંથી ખસેડવામાં આવ્યા છે. તેમજ, ખડવલીના નંદખુરી ગામમાં ફસાયેલા 35 લોકોને બચાવવા એરફોર્સે એમઆઈ-17 હેલિકોપ્ટર તૈનાત કર્યું.

વિશ્વામિત્રી નદી પરિયોજના પર અમલ થયો હોત તો વડોદરા પૂરથી બચી ગયું હોતવિશ્વામિત્રી નદી પરિયોજના પર અમલ થયો હોત તો વડોદરા પૂરથી બચી ગયું હોત

નીચાણવાળા વિસ્તારોમાંથી 5,000 થી વધુ લોકોને સ્થળાંતર કરાયા હતા

નીચાણવાળા વિસ્તારોમાંથી 5,000 થી વધુ લોકોને સ્થળાંતર કરાયા હતા

મેંઢર ગામના ઝીંગાના ખેતરમાં ફસાયેલા 45 લોકોને પણ હવાઈ દળના હેલિકોપ્ટર દ્વારા સુરત એરપોર્ટ લઈ જવામાં આવ્યા હતા. નવસારી કલેકટર એમ.ડી.મોદિયાનું કહેવું છે કે ભારે વરસાદને કારણે અંબિકા અને પૂર્ણા નદીઓના જળસ્તરમાં વધારો થયો છે, જેના કારણે નવસારી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાંથી 5,000 થી વધુ લોકોને અન્ય સ્થળે મોકલવામાં આવ્યા છે.

રાજ્યમાં આ વિસ્તારોમાં ભારે વરસાદ

રાજ્યમાં આ વિસ્તારોમાં ભારે વરસાદ

દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરતમાં આગામી 48 કલાક સુધી ભારે વરસાદની સંભાવના છે. પહેલેથી જ અનેક નદીઓ જોખમનાં ચિન્હથી ઉપર વહી રહી છે. જેના કારણે આજે સોમવારે પણ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

English summary
Gujarat Rains: Due to heavy rains, 5000 people were shifted
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X