Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની મહેર, આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ઘમરોળશે, ચાર દિવસ સુધી આગાહી

રાજ્યમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ચૂકી છે અને અનેક જગ્યાએ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ચૂકી છે અને અનેક જગ્યાએ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાબી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના સુરત, ભરુચ, વલસાડ, નવસારી, તાપી જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

rain

હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, મહેસાણા તેમજ સાબરકાંઠા સિવાય તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે. દાદરાનગર હવેલી અને દમણમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે માછીમારોને દરિયા ન ખેડવા માટે ચેતવણી આપી છે. દરિયામાં ઉંચા મોજા અને કરંટ સક્રિય થઈ શકે છે. અમદાવાદ હજુ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ નથી. હવામાન ખાતાની આગાહી મુજબ હજુ પાંચેક દિવસ વાદળા છવાયેલા રહેશે. અમુક વિસ્તારોમાં વરસાદી છાંટા પડશે. અઠવાડિયા પછી વરસાદ જોર પકડશે.

રવિવારે 80થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. ધંધુકામાં જોરદાર વરસાદ ખાબક્યો હતો. અડધા કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત બોટાદના બરવાળા અને પાળીયાદમાં પણ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ધંધુકા, રાયકા, ખડોળ, જાળિયા, પડાંણા, રોજકા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. મહુવાના મોટી જાગધાર ગામે વરસાદી માહોલમાં વીજળી પડતા બે લોકોના મોત નીપજ્યા છે. મનરેગા રાહતની કામગીરી કરતા મજૂરો પર વીજળી પડી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X