અહમદ પટેલની જીતથી ઝાંખી પડી ભાજપની વિજયગાથા

Written By:
Subscribe to Oneindia News

ભારતમાં હાલ 18 રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. ભાજપે કેટલીક જગ્યાએ જીતીને તો કેટલીક જગ્યાએ જીત્યા વગર પણ તેને પોતાની સરકાર બનાવી છે, જો કે, ગુજરાત રાજ્યસભાની ચૂંટણી વધારે રોચક બની હતી. તેનું મુખ્ય કારણ ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણી છે. આથી જ રાજ્યસભાની ચૂંટણીમાંં ભાજપને માટે જીત વધારે મહત્વની હતી, પરંતુ અહમદ પટેલની જીતે અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની જીતના ઉત્સવને ફિક્કો કરી નાંખ્યો છે.

અહમદ પટેલની જીતનો અર્થ ?

અહમદ પટેલની જીતનો અર્થ ?

આ વર્ષના અંતમા ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ગુજરાતમાં ભાજપને હરાવવી એ કોગ્રેંસ માટે પથ્થરમાંથી પાણા કાઢવા જેટલું કઠણ કામ છે. પરંતુ રાજયસભાની ચૂંટણીમાં સોનિયા ગાંધીના રાજકીય સલાહાકારને હરાવી અમિત શાહ પહેલેથી જ કોગ્રેંસ પર દબાવ બનાવવા માંગતા હતા, ત્યારે આ જીતથી અમિત શાહના કોંગ્રેસમુક્ત ભારતના અભિયાનમાં થોડી અડચણ તો આવી છે.

રાજકિય નાટક

રાજકિય નાટક

રાજ્યસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ગુજરાતના રાજકીય સમીકરણોમાં ઘણા પરિવર્તન જોવા મળ્યા હતા. કોગ્રેંસના દિગ્ગજ નેતા શંકર સિંહ વાધેલાએ અંત સમયે કોગ્રેંસનો છેડો ફાડતા ગુજરાત કોગ્રેંસ મરણ પથારીએ આવી ગઈ હતી, પરંતુ અહમદ પટેલની આ જીત કોગ્રેંસ પાર્ટી માટે સકારાત્ક સાબિત થઈ શકે છે.

અહમદ પટેલની જીત ભાજપ માટે નુકસારકારક

અહમદ પટેલની જીત ભાજપ માટે નુકસારકારક

ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં હરાવવામાં માટે કોગ્રેંસ પાટીદોરો, દલિતો અને સરકારથી અસંતુષ્ટ લોકોમાં મોદી સરકાર માટે વધુ નફરત ઉપજાવીને પોતાના મતોમાં વધારો કરવાની તૈયારીમાં છે. આ ચૂંટણીમાં અહમદ પટેલની હાર થઈ હોત તો કોગ્રેસની નાવડી ડુબી ગઈ હોત,પરંતુ આ જીતે ભાજપને મોટુ નુકસાન પહોંચાડ્યુ છે. હવે આના પરિણામો કેવા આવશે એ તો સમય જ કહેશે.

ચાણક્ય વિ. ચાણક્ય

ચાણક્ય વિ. ચાણક્ય

અમિત શાહ જો ભાજપના ચાણક્ય છે તો, અહમદ પટેલ પણ કોગ્રેંસના ચાણક્ય છે અને આ લડાઈ ઘણા લાંબા સમયથી છે. ગુજરાત રાજ્યસભા ચૂંટણીના 10 કલાક ચાલેલા નાટક બાદ અહમદ પટેલની જીતની મિઠાઈ ભાજપ માટે ચોક્કસ કડવી રહેશે. હવે જોવાનું એ છે કે શંકરસિંહ વાઘેલા કયું પગલું લે છે અને આવનારા સમયમાં આ જીત કોગ્રેંસ માટે કેટલાક અંશે ફાયદાકારક સાબિત થાય છે?

English summary
gujarat rajya sabha election amit shah wins seat but loses battle of prestige to ahmed patel

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.