રાજ્ય સભામાં નોટાના ઉપયોગ મામલે કોંગ્રેસ પહોંચી સુપ્રીમ કોર્ટ

Posted By:
Subscribe to Oneindia News

રાજ્યમાં યોજાનાર ત્રણ સીટ માટેની રાજ્યસભાની ચૂંટણીના લીધે ભર ચોમાસે ગરમાવો આવી ગયો છે. નોટાના ઉપયોગને લઇને ભાજપ કોંગ્રેસના અલગ અલગ મત જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીપંચે આ ચૂંટણીમાં મતદાતાઓને નોટાનો વિકલ્પ આપ્યો છે. નોટાનો મતલબ થાય છે ઉપરોક્ત કોઇ પણ નહીં એટલે કે નન ઓફ ધ અબાઉ. જે હેઠળ મતદાતા ભાગ લેનાર તમામ ઉમેદવારોમાંથી કોઇને પણ ન ચૂંટવાનો વિશેષ અધિકારી વ્યક્ત કરી શકે છે.જો કે ગુજરાત કોંગ્રેસે આ અંગે ચૂંટણી પક્ષ આગળ પોતાનો વિરોધ દર્શાવ્યો છે. અને તે માટે સુપ્રિમ કોર્ટનો રસ્તો પકડ્યો છે. 8 ઓગસ્ટ આ ચૂંટણી થવાની હોવાના કારણે ગુરુવારે જ આ મામલે સુનવણી થશે.

nota

કોંગ્રેસે ચૂંટણી આયોગ તરફથી ગુજરાત રાજ્ય સભાની ચૂંટણીમાં નોટાના વિકલ્પનો વિરોધ કર્યો છે. અને તેને અસંવૈધાનિક જણાવ્યું છે. કોંગ્રેસના નેતા અહેમદ પટેલ પણ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં આ અંગે વિરોધ દર્શાવ્યો છે. તેમણે જણાવ્યુ હતું કે, પહેલા રાજ્યસભાની ચૂંટણીને પાછળ ઠેલવી અને ત્યાર બાદ નોટાનો ઉપયોગ કરવાની જાહેરાત કરાવી દીધી, આના પાછળ શું કારણ ચૂંટણી પંચ જ જાણે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ તરફથી અહેમદ પટેલ આ ચૂંટણી લડી રહ્યા છે. 

તો સામે પક્ષે આ મામલે બોલતા અરુણ જેટલીએ કહ્યું છે કે લાંબા સમયથી આ વિકલ્પ ઉપલબ્ધ હતો જ અને સુપ્રિમ કોર્ટે પણ પહેલા આ વિકલ્પને આવકાર્યો છે. તો તેમાં કંઇ પણ અયોગ્ય નથી. વધુમાં ભાજપના જીતુ વાઘાણીએ પણ નોટા અંગે અહેમદ પટેલની ટિપ્પણી પર જવાબ આપતા કહ્યું છે કે આટલા મોટા નેતાને ચૂંટણીના નિયમોની ખબર ના હોય તેનાથી મોટી વાત બીજી શું હોઇ શકે.

English summary
Gujarat Rajya sabha election 2017: Congress moves to Supreme court against NOTA hearing.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.