ગુજરાતની બંને રાજ્યસભા સીટો પર ભાજપનો કબ્જો, કોંગ્રેસ ન બચાવી શકી અહેમદ પટેલની સીટ
Gujarat Rajyasabha Election Results 2021, અમદાવાદઃ ગુજરાતની રાજ્યસભાની બે સીટો માટે થયેલ પેટા ચૂંટણીમાં સોમવારે ભાજપ ઉમેદવાર દિનેશચંદ્ર અનવાડિયા અને રામભાઈ મોકારિયા બિનહરીફ વિજયી જાહેર કરી દેવામાં આવ્યા. આમાંથી એક સીટ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધનના કારણે ખાલી થઈ હતી. કોંગ્રેસે પેટા ચૂંટણીમાં બંને સીટો માટે કોઈ ઉમેદવાર ઉતાર્યા નહોતા.
અહેમદ પટેલના નિધનથી ખાલી થઈ સીટ
કોરોના વાયરસ સંક્રમણના કારણે અહેમદ પટેલનુ ગયા વર્ષે 25 નવેમ્બરે નિધન થઈ ગયુ હતુ. તેઓ 1993થી એ સીટ પરથી સાંસદ હતા. બીજી સીટ ભાજપ સભ્ય અભય ભારદ્વાજના નિધનના કારણે ખાલી થઈ હતી. તેઓ પહેલી વાર 2019માં રાજ્યસભા માટે ચૂંટાયા હતા. તેમનુ એક ડિસેમ્બરના રોજ કોરોના વાયરસ સંક્રમણના કારણે નિધન થયુ હતુ. ચૂંટણી અધિકારી સી બી પંડ્યાએ સોમવારે અનવાડિયા અને મોકારિયાને બિનહરીફ વિજેતા થયાની જાહેરાત કરી. સોમવારે નામ પાછુ લેવાની છેલ્લી તારીખ હતી. ભાજપના બે ડમી ઉમેદવારો રજનીકાંત પટેલ અને કિરીટ સોલંકીએ શનિવારે પોતાના નામાંકન પાછા લઈ લીધા હતા. રાજ્યસભાની બંને સીટો માટે પેટાચૂંટણી અલગ અલગ થવાની હતી. 182 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસ પાસે 65 ધારાસભ્ય છે અને તેની જીતની સંભાવના નહિવત હોવાના કારણે કોઈ પણ ઉમેદવારને મેદાનમાં ન ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાજપના 111 ધારાસભ્ય છે.
કોંગ્રેસને ઝટકો
રાજ્યસભા સાંસદ રામભાઈ મોકારિયા મારુતિ કુરિયર્સના સંસ્થાપક સીએમડી છે અને રાજકોટમાં ભાજપના જૂના કાર્યકર્તા રહ્યા છે. રામભાઈ 1974થી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્ય હતા અને બાદમાં 1978માં જનસંઘમાં શામેલ થયા. ત્યારથી તેઓ ભાજપ સાથે છે. મોકારિયા બ્રાહ્મણ સમાજના છે. રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસની એક સીટ પણ ભાજપ પાસે જતી રહેતા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીન ખાસ અહેમદ પટેલનુ ગયા વર્ષે 25 નવેમ્બરે નિધન થઈ જતા સીટ ખાલી થઈ હતી. તેઓ 2017ની ચૂંટણીમાં રાજ્યસભા માટે ચૂંટાયા હતા. તેમનો કાર્યકાળ ઓગસ્ટ 2023 સુધીનો હતો. તેઓ પાંચ વાર રાજ્યસભાનુ પ્રતિનિધિત્વ કરી ચૂક્યા હતા. વળી, ભાજપના અભય ભારદ્વાજનુ નિધન 1 ડિસેમ્બરે થયુ હતુ.
Gujarat Municipal Election Result: ગુજરાત નગર નિગમ ચૂંટણી પરિણામ આજે, સમજો રાજકીય ગણિત