For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના કેસમાં ગુજરાત હવે 11માં નંબરે, 22 દિવસ બાદ સરકારે લૉકડાઉનમાં આપી આંશિક રાહત

ગુજરાતમાં કોરોનાના નવા દર્દી મળવાની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના નવા દર્દી મળવાની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે. સરકારી રેકૉર્ડ મુજબ અત્યાર સુધી અહીં કોરોનાના 7,76,220 કેસ નોંધવામાં આવ્યા છે. જેમાંથી 9404 લોકોના મોત થઈ ચૂક્યા છે. વળી, 6,77,798 લોકો સંક્રમણથી મુક્ત થયા છે. હાલમાં દેશમાં સર્વાધિક કોવિડ કેસવાળા રાજ્યોમાં ગુજરાત 11માં નંબરે છે. આનાથી ઉપર 6 રાજ્યો એવા છે જ્યાં 10 લાખથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે.

vijay rupani

22 દિવસ બાદ ગુજરાત આંશિક અનલૉક

રાજ્યમાં કોરોના કેસોમાં થોડો ઘટાડો થવા પર રાજ્ય સરકારે 22 દિવસ બાદ આંશિક અનલૉક કર્યુ. હવે રાજ્યમાં સવારે 9 વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી દુકાનો ખોલી શકાશે. એક અધિકારીએ જણાવ્યુ કે કોરોના સંક્રમણના કારણે રાજ્યમાં ચાલી રહેલ મિની લૉકડાઉનમાં શુક્રવારથી સરકારે આંશિક છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. જે અનુસાર આજેથી નાના દુકાનદારોને રાહત આપવામાં આવી રહી છે. જો કે હજુ સુરત સહિત 36 શહેરોમાં નાઈટ કર્ફ્યુમાં કોઈ ઢીલ આપવામાં આવી નથી. આમાં કર્ફ્યુ પહેલાની જેમ જ રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે.

રિકવર થનારની સંખ્યા વધી

રાજ્ય સરકારના નિર્ણય વિશે જણાવતા એક અધિકારીએ કહ્યુ કે 27 મે બાદ ફરીથી કોરોના મહામારીની સ્થિતિને જોઈને આગળનો નિર્ણય લેવામાં આવશે. વાસ્તવમાં છેલ્લા અમુક દિવસોથી કોરોના દર્દી મળવાની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. વળી, રિકવર થનારાની સંખ્યામાં પણ ઝડપથી વધી રહી છે. આને જોતા રાજ્ય સરકારે છૂટ આપવાનો નિર્ણય લીધો છે. આ તરફ એક અન્ય રિપોર્ટ સામે આવ્યો છે કે ગુજરાતમાં કોરોનાના ટેસ્ટમાં કમી કરવામાં આવી છે. હવે એક દિવસમાં 90 હજાર ટેસ્ટ જ કરવામાં આવી રહ્યા છે. પહેલા આ સંખ્યા 1 લાખ ટેસ્ટ પ્રતિ દિવસથી પણ વધુ હતી. ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ કહ્યુ હતુ કે હવે શુક્રવારથી 28 મે સુધી 36 શહેરોમાં રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ રહેશે. આ દરમિયાન બધી જરૂરી સેવાઓ ચાલુ રહેશે.

English summary
Gujarat ranks 11 among the most infected states, reported 7,76,220 covid patients so far, 6,77,798 recovered
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X