ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

Posted By:
Subscribe to Oneindia News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

500 અને 1000ની નોટો વટાવવા ગુજરાતીઓએ હોંશે હોંશે ભર્યો ટેક્સ

500 અને 1000ની નોટો વટાવવા ગુજરાતીઓએ હોંશે હોંશે ભર્યો ટેક્સ

પ્રધાનમંત્રી મોદીએ 500 તથા 1000ની નોટો રદ્દ કરતા આ નોટો કશા કામની ન નથી તેવું લોકોએ માની લીધુ હતું. જોકે સરકારે જણાવ્યું હતુ કે આ નોટો તમામ ગર્વમેન્ટ બોડી, અને ટેક્સ , વીજ બિલ , પ્ટેરોલ પંપ વગેરે સ્થળે ચાલશે. આ બાબતની જાણ થતા તેજમ મહાનગર પાલિકાઓએ જાહેરાત કરતા કે તેઓ ટેક્સમાં જૂની નોટો સ્વીકારશે, લોકો ટેક્સ ભરવા દોડ્યા હતા. અમદાવાદની જનતાએ શુક્રવાર સાંજ સુધીમાં ટેક્સ ચૂકવીને કોર્પોરેશનને શુક્રવાર સાંજ સુધીમાં નવેક કરોડની આવક કરાવી હતી. તેમાં ઘણા શૂરવીરો એવા હતા કે જેઓએ દસથી પંદર વર્ષ સુધી ટેક્સ નહોતો ચૂકવ્યો તેઓ પણ લાઇનમાં ઉભા રહીને ટેક્સ ચૂકવીને જૂની નોટોથી છૂટકારો મેળવ્યો હતો.

જૂની નોટો સંદર્ભે સરકારના નિર્ણયનો કોંગ્રેસે વિરોધ

જૂની નોટો સંદર્ભે સરકારના નિર્ણયનો કોંગ્રેસે વિરોધ

અમદાવાદમાં સવારે કોંગ્રેસ પક્ષ દ્વારા સરકારના નિર્ણયનો વિરોધ આશ્રમ રોડ ખાતે કરવામાં આવ્યો હતો જ્યાં પોલીસે 100 કરતાં વધુની અટકાયત કરી હતી. જૂની નોટ બંધ કરી અને ત્યાર બાદ એટીએમ તથા બેંકમાં નાગરિકોને જે મુશ્કેલી વેઠવી પડી રહી છે તેના વિરોધમાં આજે કોંગ્રેસના કાર્યકરોએ પોસ્ટરો સાથે તથા સૂત્રોચ્ચાર કરીને આજે અમદાવાદના આશ્રમ રોડપર આવેલી રિઝર્વબેંકની બહાર દેખાવો કર્યા તે દરમ્યાન પોલીસે કોંગ્રેસના નેતાઓઅને કાર્યકરોની અટકાયતકરી હતી. પોલીસેઆશરે 100 લોકોની અટકાયતકરી હતી.

હાર્દિક પટેલ સંબોધશે 3ડી સભા

હાર્દિક પટેલ સંબોધશે 3ડી સભા

20મી નવેમ્બર 2016ના, રવિવારે પાટીદાર અનામત આંદોલનના કન્વીર હાર્દિક પટેલ ભાયવદરથી સાંજે 4થી 7 વાગ્યાની વચ્ચે લાઇવ 3ડી સભાને સંબોધશે. તેવી જાહેરાત પાટીદાર મહા સંમેલન કરી હતી. નોંધનીય છે કે હાર્દિકની 6 મહિનાની મુદ્દત આ ટૂંકમાં જ પૂર્ણ થવાની છે. ત્યારે આરક્ષણ મામલે બીજી પારી પૂરજોશથી શરૂ કરવા માટે હાર્દિક પટેલ તમામ પ્રકારની તૈયારીઓ કરી રહ્યા છે, જેથી કરીને આંદોલન ફરી વેગવંતુ બનાવી શકાય.

મીઠી અંગેની અફવા પર રાજ્ય સરકારે આપી સ્પષ્ટતા

મીઠી અંગેની અફવા પર રાજ્ય સરકારે આપી સ્પષ્ટતા

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ટ્વિટ ઉપરાંત ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ગુજરાતના નાગરિકોને વિનંતી કરી છે કે તે ખોટી અફવામાં ના આવે. નોંધનીય છે કે હાલ ગુજરાત ભરમાં તેવી અફવા ચાલી રહી છે કે ગુજરાત રાજ્યમાં ખાંડ, મીઠા જેવી વસ્તુઓની તંગી છે. ત્યારે રાજ્ય સરકારે આવી તમામ અફવાઓને પાયા વિહોણી ગણાવી લોકોને ખોટી ખરીદી કરવાની ના પાડી છે.

English summary
Gujarats 12 november 2016 top regionalbullet news. Read here.
Please Wait while comments are loading...