For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતા ક્ષેત્રે ગુજરાત રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત: જીતુભાઈ વાઘાણી

સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગુજરાત સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે નામ પ્રસ્થાપિત કર્યું છે. કેન્દ્ર સરકાર

|
Google Oneindia Gujarati News

સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગુજરાત સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે નામ પ્રસ્થાપિત કર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ ૨૦૨૨ તથા ODF + ની વિવિધ ઘટકોની આઈ.ઈ.સી હેઠળ ભીંતચિત્રો સ્પર્ધામાં ગુજરાત પ્રથમ ક્રમે આવ્યું છે જે આપણા માટે ગૌરવરૂપ છે.

Bhupendra patel

પ્રવક્તા મંત્રી ઉમેર્યું કે, રાજ્યમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ કેળવાય તે આશયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પ્રયાસો હાથ ધરાયા છે જેમાં નાગરિકોનો પણ વ્યાપક સહયોગ સાંપડયો છે જેના પરિણામ સ્વરૂપ ગુજરાતે આ સિધ્ધિ હાંસલ કરી છે.

તેમણે ઉમેર્યું કે, તા.૨ ઓક્ટોબર,૨૦૨૨ના રોજ વિજ્ઞાન ભવન ,ન્યુ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ મતી દ્રૌપદી મુર્મૂજી તથા ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની ઉપસ્થિતિમાં "સ્વચ્છ ભારત દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ ૨૦૨૨ તથા ODF + ની વિવિધ ઘટકોની આઈ.ઈ.સી હેઠળ ભીંતચિત્રો સ્પર્ધામાં ગુજરાત રાજ્યને પ્રથમ ક્રમે બાયો ડિગ્રેડેબલ વેસ્ટ, ગોબરધન પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ તેમજ ગ્રે-વોટર મેનેજમેન્ટ તથા ફિકલ સ્લજ મેનેજમેન્ટમાં દ્વિતીય ક્રમે એમ કુલ-૬ એવોર્ડ પ્રાપ્ત થયા છે.

આ પ્રસંગે રાજ્યના ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુન સિંહ ચૌહાણ, ગ્રામવિકાસ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, ગ્રામ વિકાસ વિભાગના કમિશનર અને અગ્ર સચિવ મતી સોનલ મિશ્રા તેમજ જિલ્લાના અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે,સ્વચ્છ ભારત દિવસ ૨૦૨૨ નિમિત્તે વિવિધ શ્રેણીઓ હેઠળ ગુજરાતને જે પુરસ્કારો એનાયત થયા છે જેમાં પશ્ચિમ ઝોનમાં ગુજરાતે ઉતમ પ્રદર્શન કરી અનેક કેટેગરીમાં એવોર્ડ મેળવ્યા છે. જેમાંથી એસએસજી ટોચનું પ્રદર્શન કરનાર રાજ્ય એવોર્ડમાં ગુજરાત બીજા ક્રમાંકે રહ્યું હતું. વોલ પેન્ટિંગ કોમ્પીટીશન ઓન ઓડીએફ પ્લસ બાયોડિગ્રેડેબલ વેસ્ટ મેનેજમેન્ટ એવોર્ડ, વોલ પેન્ટિંગ કોમ્પીટીશન ઓન ઓડીએફ પ્લસ ગોબરધન તથા વોલ પેન્ટિંગ કોમ્પીટીશન ઓન ઓડીએફ પ્લસ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે પશ્ચિમ ઝોનમાં ગુજરાતે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે વોલ પેન્ટિંગ કોમ્પીટીશન ઓન ઓડીએફ પ્લસ ગ્રે વોટર મેનેજમેન્ટ અને વોલ પેન્ટિંગ કોમ્પીટીશન ઓન ઓડીએફ પ્લસ ફિકલ સ્લજ મેનેજમેન્ટ એવોર્ડ હેઠળ પશ્ચિમ ઝોનમાં ગુજરાત બીજા ક્રમાંકે રહ્યુ હતું.

English summary
Gujarat's best performance in the country in the field of senitation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X