For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાતનું અનેરૂં યોગદાન છેઃ વિધાનસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાતનું અનેરૂં યોગદાન છેઃ વિધાનસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાની બે દિવસીય ગુજરાત યાત્રા દરમિયાન અમૃત સમારોહ અંતર્ગત ગુજરાત વિધાનસભાને સંબોધિત કરી રહ્યા છે. પોતાની યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શુક્રવારે ઈન્ડિયન નેવલ શિપ વલસુરાને પ્રતિષ્ઠિત પ્રેસિડેંટ કલર પ્રદાન કરશે.

ramnath kovind

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિધાનસભાને સંબોધિત કરતાં ગુજરાતના ખુબ વખાણ કર્યાં, તેમણે કહ્યું, "ગુજરાતના આંતરમાળખાકિય સુવિધાની સમગ્ર દેશમાં ચર્ચા છે. સાબરમતી રિવરફ્રન્ટ શહેરી સુધારાનું મોટું ઉદાહરણ છે." રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે તેઓ આજે સત્રમાં આવીને ખુબ જ આનંદ અનુભવી રહ્યા છે. ખાસ કરીને બાપુની ધરતી પર આવવાના અનેક અવસર પ્રદાન થયા છે.

આ સાથે તેમણે વિજ્ઞાન ક્ષેત્રે પણ ગુજરાતનું યોગદાન મહત્વનું હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાત એ ગાંધીજી અને સરદાર પટેલની ભૂમિ છે. સ્ટેચ્યૂ ઑફ યૂનિટી કરતાં પણ સરદારનું માન ઊંચું છે. સહકારી ક્ષેત્રે પણ ગુજરાતનું અમૂલ્ય યોગદાન છે. આ સાથે જ તેમણે વિક્રમ સારાભાઈ અને ડૉ હોમી ભાભા જવા વૈજ્ઞાનિકોને પણ યાદ કર્યા હતા.

આ ઉપરાંત રાષ્ટ્રપતિએ ગુજરાતના વિકાસને આગળ વધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમને શુભેચ્છા પાઠવી છે. સાથે જ તેમણે જણાવ્યું કે ગુજરાતીએ હંમેશા તેમની માતૃભૂમિની સેવા માટે તત્પર રહે છે. ઉપરાંત તેમણે ગુજરાતના બંને વડાપ્રધાન સાથે નજીકથી કામ કર્યો હોવાનો આનંદ વ્યક્ત કર્યો. ઉલ્લેખનીય છે કે મોરારજી ભાઈ દેસાઈ જ્યારે ભારતના વડાપ્રધાન હતા ત્યારે પણ રામનાથ કોવિંદે તેમની સાથે કામ કર્યું હતું. વધુમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે વડાપ્રધાન મોદીની સાથે નજીકથી કામ કરવાનો મને આનંદ છે.

English summary
Gujarat's contribution in the field of science is important: Ramnath Kovind in Vidhan Sabha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X