For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતનો સૌપ્રથમ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ટૂંક સમયમાં શરૂ થશે

|
Google Oneindia Gujarati News

electricity
સુરત, 30 એપ્રિલ : મહારાષ્‍ટ્રમાં કાર્યરત કચરામાંથી દર કલાકે વિજળી મેળવવાના પ્‍લાન્‍ટની સફળતા બાદ હવે ગુજરાત સરકારે પણ સુરત ખાતે એક હજાર ટન કચરાનાં પ્‍લાન્‍ટમાંથી દર કલાકે 13 મૅગાવૉટ વિજળી પ્રાપ્ત કરવા માટેનો પ્‍લાન્‍ટ કાર્યરત કરવા અંગેનું કામ શરૂ કરી દીધું છે.

કોન્‍કર્ડ બ્‍લુ ટેકનોલોજી આધારિત આ પ્‍લાન્‍ટ ર્વટિકલ ટાવર જેવી ડિઝાઈનનો બનાવવામાં આવે છે જે માત્ર 8 ઍકર જમીનમાં જ સમાવિષ્ટ થઈ જાય છે. ધન કચરામાંથી દર કલાકે 13 મૅગાવોટ જેટલી વિજળી સરકારને પ્રાપ્ત થશે. આ પ્‍લાન્‍ટ સફળ થવાથી રાજ્‍યના અન્‍ય જિલ્લાઓમાં પણ આ પ્રકારના ધન કચરામાંથી વિજળી પેદા કરવાના પ્‍લાન્‍ટ શરૂ કરવામાં આવશે.

આ પ્‍લાન્‍ટના કારણે પાલિકાને આવકનું સાધન પ્રાપ્ત થાય છે કારણ કે ટન દીઠ કચરાનાં રૂપિયા અંદાજે ત્રીસની સામે રૉયલ્‍ટી વસૂલ કરવાનો કરાર આવક ઉભી કરે છે. સુરતની નજીક શરૂ થનારા આ પ્‍લાન્‍ટની ક્ષમતા કુલ 1000 મૅટ્રિક ટનની હશે. આ પ્‍લાન્‍ટમાં 600 ટનનો પહેલો ફેઝ છ મહિનામાં શરૂ થઈ જશે જે રાજ્‍યનો આ પ્રકારનો વેસ્‍ટ ટુ એનર્જી પ્રથમ પ્‍લાન્‍ટ હશે.

વિજળી મેળવવા માટે સૌ પ્રથમ તેમાં કચરાને સેગ્રીગેટ કરીને મેટલ અને કાચ જેવી વસ્‍તુઓ જુદી કરવામાં આવે છે ત્‍યારબાદ ધનકચરાને સૂકો કરવામાં આવે છે જેથી તેની બળતણની ક્ષમતા વધે છે અને ત્‍યારબાદ વિશાળ ચિમનીમાં સૂકા કરાયેલા કચરાને નાંખવામાં આવે છે અને બીજીતરફ 700થી 900 સેન્‍ટિગ્રેડ તાપમાન સુધી ગરમ કરાયેલા સિરામિક બોલ્‍સને તેમાં દાખલ કરવામાં આવશે.

ચિમનીમાં તૈયાર કરવામાં આવેલ આંતરિક રચના પ્રમાણે કચરો અને સિરામિક બોલ્‍સ મિક્‍સ થઈને ગેસ ચૅમ્‍બર સુધી જશે અને ચિમનીમાંથી ચેમ્‍બરમાં સીએચ-4 મિથેલ ગેસ એકત્ર કરવામાં આવશે. આ ગેસની મદદથી ગેસ ટર્બાઈન અથવા ગેસ એન્‍જિન ચલાવીને વિજળી ઉત્‍પન્‍્ના કરી ગ્રીડમાં સપ્‍લાય કરાશે.

પંદર ટકા જેટલી આ પ્રોજેક્‍ટમાં રાખ નીકળશે જેને ઈંટ બનાવવાથી લઈને અન્‍ય પ્રોજેક્‍ટમાં વાપરવામાં આવશે. આમ, કચરામાંથી વિજળી મેળવવા માટેનો આ આધુનિક પ્‍લાન્‍ટ મહારાષ્‍ટ્રના બે સ્‍થળોએ કાર્યરત છે અને હવે ગુજરાતમાં પણ કોન્‍કર્ડ બ્‍લુ ટેકનોલોજી દ્વારા ધનકચરામાંથી વિજળી ઉત્‍પન્ન કરાશે.

English summary
Gujarat first waste to energy plant will begin soon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X