Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતનું સેમિકન્ડક્ટર હબ બનવાનું સપનું, શિક્ષણ અને ઉદ્યોગના સમન્વયથી વિઝન ટુ વેલોસિટી તરફ પ્રયાણ

વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સ (VGRC) - ઉત્તર ગુજરાતમાં સેમિકન્ડક્ટર વર્કફોર્સ ડેવલપમેન્ટ પર એક મહત્ત્વપૂર્ણ સત્રનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં આયોજિત આ કાર્યક્રમમાં ફ્રોમ વિઝન ટુ વેલોસિટી થીમ પર ભાર મૂકવામાં આવ્યો, જેનો મુખ્ય હેતુ ગુજરાતના ઝડપથી વિકસતા સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે આવશ્યક કુશળ પ્રતિભા તૈયાર કરવાનો છે.

VGRC

આ કોન્ફરન્સ ગુજરાતને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ અને ડિઝાઇન માટે વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવાના રાજ્યના દૃઢ સંકલ્પને રેખાંકિત કરે છે.

VGRCના આ સત્રનું કેન્દ્રબિંદુ શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેનું જોડાણ રહ્યું. નિષ્ણાતોએ ગુજરાતના ટૅલન્ટ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટેની વ્યુહરચનાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી.

બે પેનલ ચર્ચાઓ આ સત્રનું મુખ્ય આકર્ષણ હતી, જેમાં ઉદ્યોગની અપેક્ષાઓ, કૌશલ્યનો તફાવત (સ્કીલ ગેપ), અભ્યાસક્રમનું આધુનિકીકરણ અને અદ્યતન ઉત્પાદન કૌશલ્યો જેવા વિષયો પર નક્કર વિચારો રજૂ કરવામાં આવ્યા.

પેનલ-1 : સેમિકન્ડક્ટર ટૅલન્ટ પાઇપલાઇનનું નિર્માણ
પ્રથમ પેનલ ચર્ચા Building Gujarat's Semiconductor Talent Pipeline નું સંચાલન einfochipsના ડિરેક્ટર નીલેશ રાણપુરાએ કર્યું.

આ પેનલમાં IIT-ગાંધીનગરના પ્રો. નિહાર માપાત્રા, માઇક્રોન સેમિકન્ડક્ટરના શ્રી શહબાઝ સૈયદ અને પીડીઇયુના ડીજી ડો. એસ. મનોહરન જેવા અગ્રણી નિષ્ણાતોએ ગુજરાતની સેમિકન્ડક્ટર પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટેની વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

તેમણે વર્તમાન શૈક્ષણિક અભ્યાસક્રમોને ઉદ્યોગની જરૂરિયાતો સાથે કેવી રીતે જોડવા તે અંગે મજબૂત વિચારો રજૂ કર્યા.

પેનલ-2 : નવીનતા માટે સહયોગ
બીજું સત્ર Collaboration for Innovation પીડીઇયુના એસોસિયેટ પ્રોફેસર ડો. અનુરાગ કાંડ્યા દ્વારા સંચાલિત થયું, જેમાં શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેના કાર્યક્ષમ સહયોગને સરળ બનાવવા પર પ્રેઝન્ટેશન અપાયું.

પેનલિસ્ટોએ આંતરરાષ્ટ્રીય સહયોગ, સંયુક્ત સંશોધન અને વિકાસ, અદ્યતન પેકેજિંગ કૌશલ્ય અને FAB વર્કફોર્સ માટેની પહેલો પર પોતાના વિચારો રજૂ કર્યા.

આ ચર્ચામાં GICAના માત્સુઓ-સાન અને મોન્ક9ના સીઈઓ શ્રી માર્મિક ભટ્ટ સહિત અન્ય નિષ્ણાતોએ ભાગ લીધો.

કોન્ફરન્સમાં મહત્વપૂર્ણ (MOU ની પણ આપ-લે થઈ, જેમાં IIT-ગાંધીનગર દ્વારા ગુજરાત સરકારના સમર્થ પ્રોજેક્ટ માટે દિગંતરા, ગતિશક્તિ યુનિવર્સિટી અને બેંક સાથેની ભાગીદારી સામેલ છે. આ ઉપરાંત વર્કફોર્સ ડેવલપમેન્ટ માટે મોન્ક9 અને નિરમા યુનિવર્સિટી વચ્ચે પણ ભાગીદારી કરવામાં આવી.

કાર્યક્રમમાં ગ્રિટના સીઈઓ શ્રીમતી એસ. અપર્ણાએ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં રાજ્યની અગ્રણી ભૂમિકા પર ભાર મૂક્યો. આ પહેલા કેન્દ્રીય રેલ, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે પણ આ મહત્ત્વપૂર્ણ સેક્ટરમાં કુશળ ટૅલન્ટની રાષ્ટ્રીય જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો.

આ કોન્ફરન્સ ગુજરાતના સેમિકન્ડક્ટર ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે શિક્ષણ અને ઉદ્યોગ જગતની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X