For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ શૈક્ષણિક સંસ્થાઓને એપ્રિલથી ડિસેમ્બર સુધીના સમય માટે બસો પરના વાહનવેરામાં છૂટ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે શૈક્ષણિક સંસ્થાઓમાં વપરાતા વાહનો માટે વાહનવેરામાં છૂટ જાહેર કરી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે 1 એપ્રિલ, 2017 પહેલા સ્કૂલ, કોલેજ કે અન્ય શૈક્ષણિક સંસ્થાના નામે રજિસ્ટર થયેલ વાહનોને 1 એપ્રિલ, 2020થી 31 ઓક્ટોબર, 2020ના સમયગાળા માટે વાહનવેરામાં છૂટ જાહેર કરી છે. કોવિડ મહામારી દરમિયાન શાળાઓ બંધ હોવાના કારણે શૈક્ષણિક સંસ્થાઓ તરફથી વાહનવેરામાં છૂટ માટે કરવામાં આવેલી ભલામણ બાદ લેવામાં આવ્યો છે. જો કે 1 એપ્રિલ, 2017 પહેલા માલિકના નામે રજિસ્ટર થયેલ વાહનો પર વાર્ષિક રૂપિયા 200 પ્રતિ સીટ લેખે વાહનવેરો ચાર્જ કરવામાં આવશે.

bus

રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યુ કે કોરોનાના નિશ્ચિત સમયગાળા દરમિયાન બસ કે વાહનનો કૉમર્શિયલ ઉપયોગ થયો નથી તેવા વેરીફિકેશન બાદ જ આવા વાહનોને વાહનવેરામાં છૂટ આપવામાં આવશે. આ છૂટની જાહેરાત બાદ સવાલો ઉઠવા લાગ્યા છે કારણકે મોટાભાગની બસો શૈક્ષણિક સંસ્થાઓની માલિકીની નથી.

એસોસિએશન ઑફ પ્રોગ્રેસિવ સ્કૂલ્સ(AOPS)ના પ્રમુખ અને ઉદગમ તેમજ ઝેબર સ્કૂલન ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યુ કે, 'એવુ બહુ જ ઓછુ બનતુ હોય છે કે શૈક્ષણિક સંસ્થાઓ પાસે વાહનોની માલિકી હોય કારણકે તેમાંથી મોટાભાગા ટ્રાન્સપોર્ટ્સ હાયર કર્યા હોય છે. સ્કૂલો હજુ પણ તેમણે ચાર્જ કરેલ ટ્યુશન ફીના 75 ટકા સાથેની કિંમતનુ વહન કરવા માટે સક્ષમ છે પરંતુ ટ્રાન્સપોર્ટરે માટે ઝીરો ટકાની રેવન્યુ સાથે સર્વાઈવ કરવુ મુશ્કેલ છે.'

ટ્રાન્સપોર્ટર વિદર્ભ ચૌહાણે આ અંગે જણાવ્યુ કે, 'જેણે પણ આ નિર્ણય લીધો છે તેમણે બધા પાસાંને ધ્યાનમાં લીધા નથી. એપ્રિલ 2017 પછી રજિસ્ટર થયેલ વાહનોનુ શુ અને શાળા હેઠળ રજિસ્ટર થયેલ વાહનો માટે જ કેમ? સૌ જાણે છે કે મોટાભાગના કિસ્સામાં વાહનો ટ્રાન્સપોર્ટરો દ્વારા કોન્ટ્રાક્ટના આધારે ચલાવવામાં આવે છે. આ દ્રષ્ટિએ સરકારે માત્ર શાળાઓને રાહત આપી છે, ટ્રાન્સપોર્ટરોને નહિ. માલિકી ન હોવા છતાં પણ આ રાહત અપાવી જોઈએ.'

12માંની સ્ટુડન્ટે કરી સુસાઈડ, ભાઈએ કહ્યુ- દીદી પંખે લટકે છે12માંની સ્ટુડન્ટે કરી સુસાઈડ, ભાઈએ કહ્યુ- દીદી પંખે લટકે છે

English summary
Gujarat: State government annouce exemption of tax for buses of education institutes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X