For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં એક વર્ષમાં ખોવાયા 2307 બાળકો, પ્રેમમાં ભાગી રહ્યા?

ગુજરાતમાં પાછલા એક વર્ષમાં 2307 બાળકો ખોવાયા હોવાના કિસ્સા સામે આવ્યા છે. સરકારનો દાવો છે કે પોલીસની સતર્કતાને કારણે 1804 બાળકો પાછા મળી ગયા છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં પાછલા એક વર્ષમાં 2307 બાળકો ખોવાયા હોવાના કિસ્સા સામે આવ્યા છે. સરકારનો દાવો છે કે પોલીસની સતર્કતાને કારણે 1804 બાળકો પાછા મળી ગયા છે. જ્યારે 497 બાળકોનો કોઈ અતોપતો નથી. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભામાં ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે મોટા ભાગના બાળકો પ્રેમ પ્રસંગને કારણે ખોવાયા છે. નાની ઉંમરમાં પ્રેમ થઈ જતા તે ઘર છોડી રહ્યા છે. 90 ટકા બાળકો આ જ રીતે ખોવાયા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ, પકડાયા તો 3 વર્ષ જેલ અને 50 હજાર દંડ

ગુજરાતમાં એક વર્ષમાં 2307 બાળકો ગુમ

ગુજરાતમાં એક વર્ષમાં 2307 બાળકો ગુમ

પ્રદીપસિંહ જાડેજાના નિવેદન પ્રમાણે ગુમ થયેલા બાળકોમાંથી મોટા ભાગના બાળકો 14થી 18 વર્ષના છે. પાછળા એક વર્ષમાં સૌથ વધુ બાળકો અમદાવાદમાંથી ગુમ થયા છે. અહીં 431 બાળકોમાંથી 369 બાળકો સુરક્ષિત મળી આવ્યા છે. આ જ રીતે રાજકોટના 247માંતી 176 બાળકો પાછા મળ્યા છે. બાળકો ગુમ થવાના મામલે પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે કે બાળકોના ઓર્ગન કાઢીને વેચવા માટે તેમને કિડનેપ કરાઈ રહ્યા છે, જો કે આવા એક પણ કિસ્સા નોંધાયા નથી.

42,899 લાપતા બાળકોમાંથી 40,108 બાળકો મળી આવ્યા

42,899 લાપતા બાળકોમાંથી 40,108 બાળકો મળી આવ્યા

રાજ્યના ગૃહ વિભાગના આંકડા પ્રમાણે સરકારે 2007થી અત્યાર સુધીમાં 18 વર્ષમાં 42,899 ગુમ થયેલા બાળકોમાંથી 40,108 બાળકોને શોધી નાખ્યા છે. ગત વર્ષે ગાંધીનગરમાંથી 112 અને બનાસકાંઠામાંથી 106 બાળકો ગુમ થયા હતા. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના કહેવા પ્રમાણે, 15 જિલ્લામાં 10 વર્ષમાં લાપતા થયેલા બાળકોનો કોઈ પણ કેસ પેન્ડિંગ નથી. બાળકોને શોધવા માટે રાજ્ય સરકારને સ્પેશિયલ ડ્રાઈવ ટીમ જાહેર કરી છે.

ઘરમાંથી ભાગી જવાના નિવેદન પર આવા છે રિએક્શન

ઘરમાંથી ભાગી જવાના નિવેદન પર આવા છે રિએક્શન

પ્રદીપસિંહ જાડેજાએ આપેલા નિવેદન વચ્ચે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે માતાપિતાએ તેમના બાળકો વિશે વિચારવું પડશે, જે અજાણતા પ્રેમમાં પડે છે. તો પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે બાળકો પ્રેમમાં પડીને ભાગી રહ્યા છે, જેના પર સોશિયલ મીડિયા યુઝર્સ જબરજસ્ત રિએક્શન આપી રહ્યા છે. કેટલાક લોકોએ તેને હાસ્યાસ્પદ ગણાવ્યું છે.

રાજકોટમાં મહિલાઓ સૌથી વધુ અસુરક્ષિત

રાજકોટમાં મહિલાઓ સૌથી વધુ અસુરક્ષિત

બાળકો લાપતા થવાના ખુલાસાની સાથે સાથે જ વિધાનસભામાં મહિલાઓ સાથે દુષ્કર્મના આંકડા પણ રજૂ કરવામાં આ્યા. આંકડા પ્રમામે સીએમ વિજય રૂપાણીના શહેર રાજકોટમાં મહિલાઓ સૌથી વધુ અસુરક્ષિત છે. વર્ષ 2017 દરમિયાન રાજકોટમાં દુષ્કર્મના 74 અને છેડતીના 68 બનાવ બન્યા હતા. જ્યારે 2018માં દુશ્કર્મના 64 અને છેડતીના 39 કિસ્સા સામે આવ્યા.

સેફ સિટી અમદાવાદમાં પણ વધી દુષ્કર્મની ઘટનાઓ

સેફ સિટી અમદાવાદમાં પણ વધી દુષ્કર્મની ઘટનાઓ

સૌથી મોટા શહેર અમદાવાદ અને ગાંધીનગરમાં પણ દુષ્કર્મના કિસ્સા વધી રહ્યા છે. વર્ષ 2017-18માં અમદાવાદમાં દુષ્કર્મના 131 કિસ્સા હતા, જે 2018-19માં વધીને 180 થઈ ગયા. ગાંધીનગરમાં વર્ષ 2017-18માં દુષ્કર્મના 12 કિસ્સા સામે આવ્યા હતા અને 2018-19માં દુષ્કર્મના 14 કિસ્સા નોંધાયા.

English summary
gujarat state home minister says why teenagers went missing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X