For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ગૌણ ખનીજના બાકી લેણા માટે રાહત યોજના અમલી

|
Google Oneindia Gujarati News

gujarat-map
ગાંધીનગર, 21 જૂન : ગુજરાત રાજય સરકારે 31મી માર્ચ 2012ના ઠરાવથી અમલી ખાસ યોજના અંતર્ગત ગૌણ ખનીજના બાકી લેણાની વસુલાત માટે રાહત યોજના અમલી બનાવાઇ છે. આ યોજનાની મુદત 1 જૂન, 2013ના ઠરાવથી મુદત વધારવામાં આવી છે. આ યોજના હેઠળ 31 ડિસેમ્બર, 2011 સુધીના તમામ બાકી લેણા અંગે કેસો આવરી લેવામાં આવશે.

ગુજરાત સરકારે જણાવ્યું છે કે ખાસ શરતો ને આધિન આ યોજના હેઠળ લાભ મેળવવા બાકીદારે પડતર અપીલ/રીવિઝન, કોર્ટ કેસ વગેરે પરત ખેંચવાના રહેશે અને તે અંગેની લેખિત બાહેંધરી પ્રથમ આપવાની રહેશે. જયારે વિભાગ દ્વારા પોલીસ કેસના કિસ્સાહમાં રાહત યોજના મુજબની રકમ ભરપાઇ કર્યેથી સંબંધિત કચેરી દ્વારા કેસ પરત ખેંચવામાં આવશે. લીઝના રોયલ્ટી/ડેડરેન્ટંના તમામ બાકી લેણાં યોજના ના સમય ગાળામાં ભરપાઇ કરવાથી વ્યાજની રકમ સંપૂર્ણ માફ કરવામાં આવશે.

આ ઉપરાંત લીઝ વિસ્તાયર અંતર્ગત થયેલ બિન અધિકૃત ખોદકામ, વહન, સંગ્રહપેટે ખનીજ કિંમતને બદલે સીંગલ રોયલ્ટીત ભરપાઇ થયેથી કેસ માંડવાળ કરાશે તેમજ લીઝ સિવાયના વિસ્તાગરો માટે બિન અધિકૃત ખોદકામ, વહન, સંગ્રહ, કોન્ટ્રા કટરોના નોડયુઝ અને ઇંટભઠ્ઠાના કેસોમાં બેગણી રોયલ્ટીે વસુલાત કરી કેસ માંડવાળ કરવામાં આવશે.

આ રાહત યોજના અંતર્ગત બાકીદારોએ લેણા ચૂકતે કરવાની નિયત તારીખ 31 ઓગસ્ટ 2013 સુધીમાં લાગતા વળગતાઓએ ત્વતરીત આ યોજનાનો લાભ લેવા જણાવાયું છે. આ માટે વધારે વિગતો મેળવવા ખાણ ખનીજ ખાતાનો સંપર્ક કરવા જણાવવા આવ્યું છે.

English summary
Gujarat : subsidiary minerals due recovery relief plan implemented
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X