For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના 6 જિલ્લા સુધી જ સીમિત થયો કોરોના, 16 નવા કેસ નોંધાયા

ગુજરાતના 6 જિલ્લા સુધી જ સીમિત થયો કોરોના, 16 નવા કેસ નોંધાયા

|
Google Oneindia Gujarati News

કોરોનાવાયરસ મહામારી સમગ્ર પ્રજાજનોને હેરાન-પરેશાન કરી મૂક્યા હતા. કામ ધંધા પર તાળાં વાગી ગયાં હતાં. સ્કૂલો બંધ થઈ ગઈ હતી. કેટલાયની રોજીરોટી છીનવાઈ ગઈ હતી. પરંતુ જનતાની ભાગીદારી અને સરકારના પ્રયત્નોથી આખરે ગુજરાતમાં કોરોના કાબૂમાં આવી ગયો છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટીને માત્ર 6 જિલ્લામાં જ સીમિત થી ગયો છે. ગત 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 16 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં 6 ઓગસ્ટ બાદથી મોતનો એક પણ મામલો નોંધાયો નથી.

coronavirus

રાજ્યમાં કોરોનાતી અત્યાર સુધીમાં 8 લાખ 25 હજાર 101 લોકો સંક્રમિત થયા છે જેમાંથી 8 લાખ 14 હજાર 830 લોકો સ્વસ્થ થઈ ઘરે પહોંચી ગયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા માત્ર 194 રહી ગઈ છે, જ્યારે 3 દર્દી જ વેંટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી 10077 લોકોના મોત થયાં ચે.

અમદાવાદ મહાનગરપાલિકામાં પાછલા 24 કલાકમાં સૌથી વધુ 7 મામલા નોંધાયા છે. જ્યારે સુરત મહાનગરપાલિકામાં 3, વડોદરા મહાનગરપાલિકામાં 3 તથા જામનગર મહાનગરપાલિકામાં 1 કેસ નોંધાયો છે. ગિર સોમનાથ અને નવસારી જિલ્લામાં પણ 1-1 કેસ નોંધાયા છે. રાજ્યના 2 ડઝનથી વધુ જિલ્લામાં એકપણ મામલા નોંધાયા નથી. જેમાં અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, ખેડા, મહીસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, સુરત, સુરેંદ્રનગર, તાપી, વડોદરા અને વલસાડ જિલ્લા સામેલ છે. બુધવારે ગુજરાતના વિવિધ જિલ્લામાં 3 લાખ 24 હજાર 168 રસીના ડોઝ લગાવવામાં આવ્યા. અત્યાર સુધીમાં રાજ્યમાં 3 કરોડ 79 લાખ 56 હજાર 872 રસીના ડોઝ આપી દેવાયા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના સંક્રમણના મામલા સતત ઘટી રહ્યા છે. રાજ્યમાં રિકવરી રેટ પણ 98.6 ટકાથી વધુ છે. સંક્રમણ દર ઓછો થવાના કારણે રાજ્યમાં ઉદ્યોગ, વેપાર અને બજારને ઘણી ચૂટ આપવામાં આવી છે. 9 જુલાઈથી સ્કૂલ પણ ખોલી દેવામાં આવ્યા છે અને 6થી 8 ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની સ્કૂલો ખલોવાની પણ તૈયારી ચાલી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું કહેવું છે કે રાજ્યમાં બીજી લહેર સમાપ્તિ તરફ છે અને એવામાં સંભવિત ત્રીજી લહેરથી નિપટવા માટે પણ તમામ જરૂરી ઈંતેજામ કરી લેવામાં આવ્યા છે.

English summary
Gujarat succeeded in controlling Corona
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X