તાલુકા પંચાયત ચૂંટણી પરિણામઃ ભાજપ ખેડામાં તો કોંગ્રેસ બનાસકાંઠામાં વિજયી

નગરપાલિકામાં 75 માંથી 47 નગરપાલિકા માં bjp ની જીત થઈ છે તો આજે આવી રહેલા પરિણામો મુજબ 5 જિલ્લા પંચાયતમાંથી 3 જિલ્લા પંચાયતમાં જીત મળતા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જનતાનો આભાર માન્યો હતો.

નગરપાલિકામાં 75 માંથી 47 નગરપાલિકા માં bjp ની જીત થઈ છે તો આજે આવી રહેલા પરિણામો મુજબ 5 જિલ્લા પંચાયતમાંથી 3 જિલ્લા પંચાયતમાં જીત મળતા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જનતાનો આભાર માન્યો હતો. તેમણે કોંગ્રેસને ચાબખા મારતા કહ્યું હતું કે ભાજપ ગ્રામીણ વિસ્તારોમાં બેઠક નથી મેળવી સકી તેવા કોંગ્રેસના દાવા પોકળ સાબિત થયા છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ગ્રામીણ ક્ષેત્રોમાં ભાજપની સીટો ઓછી આવી છે તેવી કોંગ્રેસની વાતો ખોટી સાબિત થઈ છે.

gujarat election

તેમણે જણાવ્યું હતું કે 5 જિલ્લા પંચાયત માંથી 3 જીત્યા છીએ પહેલા 2 હતી અને હવે 1 નો વધારો થયો છે તો તાલુકા પંચાયત ભાજપ પાસે પહેલા 10 હતી, આજે જે રિઝલ્ટ આવ્યું તેમાં 19 જીત્યા છીએ અને 9 નો વધારો થયો છે

ખેડાની બેઠકોમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે અને ખેડા જિલ્લા પંચાયત ચૂંટણી માં કુલ 44 સીટ માંથી 28 માં ભાજપનો વિજય અને 16 માં કોંગ્રેસનો વિજય થયો છે.

gujarat election

અન્ય બેઠકોના પરિણામો જોઇએ તો ગાંધીનગર તાલુકા પંચાયતની 3૬ બેઠકો પૈકી 22 બેઠકોમાંંથી કોંગ્રેસ 12, ભાજપ 8 અને અપક્ષ 2 બેઠક મળી છે તો બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના પંચાય મા 30 બેઠકો માંથી 21 કોગ્રેસ, 8 ભાજપ,1 અપક્ષને મળી છે. તો બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ 35,બીજેપી 29 બેઠક મળી છે કોંગ્રેસને મલતી બહુમતી જોતા લાગે છે કે અહીં કોંગ્રેસને સતા મળી શકે છે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના વાવમાંથી કોંગ્રેસના જ ગેનીબહેન ઠાકોર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. બનાસકાંઠામાં પહેલા ભાજપ પાસે સત્તા હતી.

જયારે અરવલ્લીના મેઘરજ કુણોલ તા.પંની પેટા ચૂંટણીમાં ભાજપના નરેશ ડામોર ૧૦૯ મતથી વિજયી થયા છે અગાઉના સદસ્યનું અવસાન થતા બેઠક ખાલી પડી હતી અને આ ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી ભાજપે આ બેઠક આંચકી લીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X