For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત: દરિયા કિનારે કરોડો રૂપિયાની ડ્રગ મળી

ગુજરાતના કચ્છ નજીક જખૌ સમુદ્ર સીમાથી કોસ્ટ ગાર્ડને ભારે માત્રામાં ડ્રગ મળી આવી છે. આ માહિતી 21 મેં દરમિયાનની છે

|
Google Oneindia Gujarati News

ગુજરાતના કચ્છ નજીક જખૌ સમુદ્ર સીમાથી કોસ્ટ ગાર્ડને ભારે માત્રામાં ડ્રગ મળી આવી છે. આ માહિતી 21 મેં દરમિયાનની છે, જયારે અહીં 800 કરોડ રૂપિયાની કિંમતના ડ્રગ સાથે 6 પાકિસ્તાની નાગરિકોને પકડવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ પકડાઈ જવા પહેલા ઘણા પેકેટ ડ્રગ તેમને દરિયામાં ફેંકી દીધા હતા. પૂછપરછમાં ખુલાસો થયો કે તેમને 300 કરતા પણ વધારે પેકેટ દરિયામાં ફેંકી દીધા હતા, જેમાં સુરક્ષા એજેન્સીઓ પાસે 194 પેકેટ હાથ લાગ્યા છે. તેમને કબૂલ કર્યું કે બાકીના પેકેટ, સેટેલાઇટ ફોન અને જીપીએસ ચિપ ડુબાડી દેવામાં આવી હતી.

પેકેટમાં ડ્રગ

પેકેટમાં ડ્રગ

મંગળવારે સાંજે નારાયણ સરોવર ક્ષેત્રથી ત્રણ શંકાસ્પદ પેકેટ મળ્યા છે. ત્રણે પેકેટમાં ડ્રગ હોવાની હકીકત સામે આવી છે, જેની કિંમત લગભગ 15 કરોડ રૂપિયા છે. આ ત્રણે પેકેટ આરોપીઓ ઘ્વારા દરિયામાં ફેંકવાની વાત અને બાકીના 100 કરતા વધારે પેકેટ સહીત સેટેલાઇટ ફોન અને જીપીએસ ચિપ પાણીમાં હોવાની આશંકા સુરક્ષા એજેન્સીઓ ઘ્વારા વ્યક્ત કરવામાં આવી. જેને કારણે તેમને કોસ્ટ ગાર્ડ સહીત સ્થાનિક સુરક્ષા એજેન્સીઓ ઘ્વારા સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું.

ડ્રગ ભરેલી બોટ

ડ્રગ ભરેલી બોટ

આપને જણાવી દઈએ કે કરાચીથી આવેલી રહેલી ડ્રગ ભરેલી બોટ કોસ્ટ ગાર્ડએ પકડી લીધી હતી. બચવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનીઓ ઘ્વારા 11 બોરીઓ દરિયામાં ફેંકી દીધી હતી, જેમાંથી 7 બોરીઓ કોસ્ટ ગાર્ડ ઘ્વારા તે સમયે જ દરિયામાંથી કાઢી લેવામાં આવી હતી. જયારે બાકીની ચાર બોરીઓ દરિયામાં જ ખુલી જવાને કારણે તેના પેકેટ દરિયામાં જ વહેંચાઈ ગયા.

કોસ્ટ ગાર્ડ ઘ્વારા ઓપરેશન ચલાવવામાં આવ્યું

કોસ્ટ ગાર્ડ ઘ્વારા ઓપરેશન ચલાવવામાં આવ્યું

કોસ્ટ ગાર્ડ ઘ્વારા એક ખાસ ઓપરેશન ચલાવીને આ નાવડીને પકડવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે કોસ્ટ ગાર્ડ ઘ્વારા 13 લોકોને પકડવામાં આવ્યા છે. આ મામલે જાંચ શરુ કરી દેવામાં આવી છે અને વધારે માહિતીની રાહ જોવામાં આવી રહી છે. લેટેસ્ટ માહિતીમાં જણાવવામાં આવ્યું કે આ નાવડી પાકિસ્તાનના અલામદીનાથી આવી રહી હતી. 27 માર્ચે પણ આ પ્રકારની ઘટના થઇ હતી. આ ઘટનામાં ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડ ઘ્વારા એક જોઈન્ટ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં 9 આતંરરાષ્ટ્રીય તસ્કરોને પકડવામાં આવ્યા હતા. ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડ ઘ્વારા પાકિસ્તાનની બોટને નષ્ટ કરવામાં આવી હતી. આ સ્મગ્લરો પાસે લગભગ 100 કિલો ડ્રગ હતી.

English summary
Gujarat: There are millions of rupees of drugs found on the coast
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X