For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ગિફ્ટ સિટી ખાતે ફિનટેક હબને પ્રોત્સાહન આપવા દારુના અવરોધો હટાવવા અંગે વિચારણા

ગુજરાત રાજ્ય આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સ ટેક-સિટી(ગિફ્ટ) ગાંધીનગરમાં દારુના નિયમોમાં થોડી રાહત આપવાની દરખાસ્ત પર વિચારણા કરી રહ્યુ છે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સ ટેક-સિટી(ગિફ્ટ) ગાંધીનગરમાં દારુના નિયમોમાં થોડી રાહત આપવાની દરખાસ્ત પર વિચારણા કરી રહ્યુ છે જેથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિન્ટેક કંપનીઓને ઑફિસો સ્થાપવા તેમજ રાજ્યની રાજધાનીમાં સ્થાનાંતરિક કરવા માટે ટોચની પ્રતિભાઓને આકર્ષી શકાય. એક ઉચ્ચ અધિકારીએ આ અંગે જણાવતા કહ્યુ કે ભારતમાં બીજા ફાઈનાન્સ અને ટેકનોલૉજી હબમાં પ્રોફેશનલ્સ જે રીતે એન્જૉય કરે છે તે રીતે ગિફ્ટ સિટીમાં ઈવનિંગ સોશિયલ લાઈફની ઑફર કરવાનો આ પગલાંનો મુખ્ય હેતુ છે.

gift city

27 સપ્ટેમ્બર, 2020ના રોજ ગિફ્ટ મેનેજમેન્ટે પ્રોહિબિશન એન્ડ એક્સાઈઝને ગિફ્ટ સિટીના સ્પેશિયલ ઈકોનૉમિક ઝોન(SEZ)માં દારુબંધીના નિયમોમાં થોડી છૂટછાટ આપવા માટે લખ્યુ. આ ભલામણનો હેતુ ઈવનિંગ પલ્બિક સોશિયલ લાઈફ મેળવવાનો હતો. આ રાહતો ગુજરાત પ્રોહિબિશન એક્ટ, 1949ની કલમ 139 (1)(c), 146 (b) અને 147 હેઠળ માંગવામાં આવી છે.

અધિકૃત સૂત્રોના જણાવ્યા મુજબ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કે જે જાન્યુઆરી, 2022માં યોજાવાની છે તે પહેલા મુખ્યમંત્રી કાર્યાલય પ્રોહિબિશનમાં રાહત આપવા માટેના પ્રશ્નોના નિરાકરણની પ્રક્રિયા કરી રહ્યુ છે. 20 સપ્ટેમ્બર, 2021ના રોજ ચીફ સેક્રેટરીએ ગિફ્ટ સિટી અને તેની આસપાસના વિસ્તારના વિકાસ માટેના એક રોડ મેપ વિશે અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ અધિકારીને એક વિગતવાર પત્ર લખ્યો હતો. જેમાં દારૂ કાયદાના રાહત ઉપરાંત રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ રિવરફ્રંટને ગાંધીનગર સુધી લંબાવવી અને ફિનટેક ઈન્સ્ટીટ્યુટ સ્થાપવા માટે લખવામાં આવ્યુ હતુ.

વર્તમાન કાયદા મુજબ રાજ્યમાં ગુજરાત અને ભારતમાની બહારથી આવતા પ્રવાસીઓ અને બિઝનેસ ટ્રાવેલર્સને લીકર પરમિટ આપવામાં આવે છે. SEZમાં લેટેસ્ટ નોટિફિકેશન માત્ર રેસિડેન્ટને જ લીકર પરમિટ આપે છે. જે ભારતના બીજા કેન્દ્રો અને વિદેશ સાથે સુસંગત નથી તેમ એક બ્યુરોક્રેટે જણાવ્યુ. તેમણે વધુમાં જણાવ્યુ કે SEZ વિસ્તારમાં બીજા કેન્દ્રોની જેમ એક સારી ઈવનિંગ સોશિયલ લાઈફ ક્રિએટ કરવા માટે વાઈન અને ડાઈન સુવિધાવાળા લીકર બાર્સ જરુરી છે.

English summary
Gujarat to remove booze barrier to promote Fintech Hub at Gift City
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X