ગુજરાત આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ સાથે તોફાની પવનની આગાહી
ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો આવવાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવો પવન ફૂંકાવાની આગાહી કરી છે.
અમદાવાદમાં મોડી રાત્રે જોરદાર પવન ફૂંકાતા નાગરિકોમાં ફાળ પડી હતી. આગામી દિવસોમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં માવઠું પડવાની પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વરસાદ પડી શકે છે. દાહોદ સહિતના સરહદી વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.
હવામાન નિયામક એ.કે. દાસના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ સાથે ટ્રફ લાઇન સર્જાતા ત્રણ સિસ્ટમની સંયુક્ત અસરને કારણે રાજ્યમાં કમોસમી વરસાદ આવશે.
આ સિસ્ટમોના કારણે ગુજરાતમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ દિશાના પવનોની ગતિ વધવાને કારણે વાતાવરણમાં ભેજ અને ઠંડકનું પ્રમાણ વધશે.
માત્ર ગુજરાત જ નહીં પરંતુ દિલ્હી સહિત સમગ્ર દેશમાં હવામાનનો મિજાજ બદલાયો છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ આગામી દિવસોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હિમાલયના પહાડી વિસ્તારો જેવા કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં બરફ પડવાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડવાની વકી જોવા મળી છે.
દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ બદલાયેલી સિસ્ટમના કારણે વરસાદી માહોલ જામી શકે છે. હવામાન વિભાગે ખેડૂતોને પણ આ કમોસમી વરસાદ સામે સાવચેત રહેવા માટે ખાસ સૂચનાઓ આપી છે.












Click it and Unblock the Notifications
