For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત: બુધવાર અને રવિવારે રસીકરણ અભિયાન બંધ રહેશે

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો થતાં હવે, રાજ્ય સરકારે કોરોના વેક્સિનેશનની કામગીરી બુધવાર તથા રવિવારે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ બાબતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક વર્ષમાં

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો થતાં હવે, રાજ્ય સરકારે કોરોના વેક્સિનેશનની કામગીરી બુધવાર તથા રવિવારે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ બાબતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક વર્ષમાં આશરે 12 લાખ બાળકો જન્મે છે. તેમને તથા તેમની માતાઓને 10 જેટલા ગંભીર રોગો સામે સુરક્ષા પૂરી પાડવા માટે દર બુધવારે મમતા દિવસ ઉજવાય છે અને એમાં 10 હજાર સેન્ટરો મારફત આવા બા‌ળકો તથા માતાઓને વિવિધ રોગોની રસી અપાય છે.

Recommended Video

રાજ્યમાં વેક્સિનેશન કાર્યક્રમ ખોરવાયો, રવિવારે અને બુધવારે રસીકરણ બંધ રહેશે

Vaccination

રાજ્યમાં કોરોનાની મહામારીમાં સંક્રમણ વધતાં જે તે વખતે આ મમતા દિવસે બાળકો અને માતાઓને અન્ય 10 રોગો માટેની અપાતી રસી ઉપરાંત કોરોનાની રસીને પ્રાધાન્ય અપાયું હતું પરંતુ હવે, કોરોનાના કેસો ઘટ્યા છે. રાજ્યમાં 3 કરોડથી વધુ લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે એટલે હવે સરકારે મમતા દિવસના બુધ‌વારે બાળકો-માતાઓની રસીને પ્રાથમિકતા આપવા માટે બુધવારે તથા રસીકરણના કાર્યક્રમમાં રવિવારે પણ રજા ન રાખનારા, આરોગ્ય કર્મીઓને રજા આપવા માટે રવિવારે કોરોના વેક્સિનેશન બંધ રાખવાનું નક્કી કર્યું છે.

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ભારત સરકાર દ્વારા ગુજરાતને રોજ 2.50 લાખથી 3 લાખ જેટલા ડોઝ મળે છે. હાલમાં પણ સરકાર પાસે 3 લાખ ડોઝ છે. ગુરુવારે બીજા ૩ લાખ ડોઝ મળી રહેશે. આ રસી મેળવવા માટે ગુજરાત સરકાર પણ ભારત સરકાર સાથે સતત સંપર્કમાં રહે છે એટલે રસીનો કોઈ પ્રોબલેમ નથી પરંતુ સંક્રમણના કેસો ઘટતાં હવે, ગુજરાત સરકાર મમતા દિવસના બુધવારે કોરોનાની રસીને બદલે નવજાત બાળકો અને માતાઓને તેમની વય મુજબ અન્ય રોગોની રસીને પ્રાથમિકતા આપશે તથા રવિવારે કર્મીઓને રજા આપવા રસીકરણ બંધ રાખશે.

English summary
Gujarat: Vaccination campaign will be closed on Wednesday and Sunday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X