અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠનો ઐતિહાસિક 71મો પદવીદાન સમારોહ, રાષ્ટ્રપતિની હાજરીમાં 719 વિદ્યાર્થીઓને પદવી એનાયત
અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠમાં શનિવારે ઐતિહાસિક 71મો પદવીદાન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી, જે આ પ્રસંગનું મુખ્ય આકર્ષણ હતું.

કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસમાં પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી પદવીદાન સમારોહમાં હાજર રહ્યા હતા.
719 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત
આ સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓના કુલ 719 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ પૈકી, શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનાર 60 પીએચડી (Ph.D.) ધારકોને પણ તેમની પદવી એનાયત થઈ હતી. ઉપરાંત, ઉલ્લેખનીય પ્રદર્શન કરનાર 9 વિદ્યાર્થીઓને ચંદ્રક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યું સંબોધન
સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પદવી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે 'પદવી એનાયત કરવી એ આપણી પૌરાણિક પરંપરાનો એક ભાગ છે.'
રાષ્ટ્રપતિએ મહાત્મા ગાંધીજીના કાર્યસ્થળ પર હાજર રહેવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને ઉમેર્યું હતું કે, 'બાપુજીના સ્મરણ માત્રથી પ્રસન્નતાની અનુભૂતિ થઈ રહી છે.' તેમણે ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની વિશેષ ઓળખનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સ્વચ્છતા અને શિસ્તતાના આગ્રહી હોય છે.
ગાંધીજી, સરદાર પટેલ અને રાજેન્દ્ર પ્રસાદનો વારસો
રાષ્ટ્રપતિએ વિદ્યાપીઠના સમૃદ્ધ ઇતિહાસને યાદ કરતાં જણાવ્યું કે, 1949 સુધી મહાત્મા ગાંધીજી પોતે જ વિદ્યાપીઠના કુલપતિ રહ્યા હતા અને ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલ અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદે પણ આ સંસ્થાનું સંચાલન કર્યું હતું.
અંતે, રાષ્ટ્રપતિએ તમામ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સક્રિયપણે જોડાવા આહ્વાન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સંકલ્પ લેવા જણાવ્યું કે, 'આપણે સૌ ભારતને વિશ્વનું શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવીશું.' તેમણે વધુમાં કહ્યું કે 'સ્વદેશી અભિયાન'માં વિદ્યાર્થીઓ સક્રિયપણે જોડાય તે સમયની માંગ છે.
-
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર












Click it and Unblock the Notifications
