હાર્દિક પટેલ વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ જાહેર થયો

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ પર વધુ એક મુશ્કેલી આવી ગઇ છે. પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે બિન જામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યો છે. બુધવારે મહેસાણાના વિસનગર સેશન કોર્ટે સતત ત્રણ તારીખો સુધી ગેરહાજર રહેવા મામલે હાર્દિક પટેલ અને અન્ય 18 લોકો વિરુદ્ધ બિન જામીન પાત્ર વોરંટ જાહેર કર્યો છે. સાથે જ આ મામલે સરદાર પટેલ ગ્રુપ એસપીજીના લાલજી પટેલ વિરુદ્ધ પણ બિન જામીન પાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યો છે.

hardik patel

ઉલ્લેખનીય છે કે જુલાઇ 2015માં વિસનગરમાં પાટીદારોએ આરક્ષણની માંગને લઇને ભાજપના વિધાયકના કાર્યલયની તોડફોડ કરી હતી. અને વાહનોની આગ ચાંપી કરી હતી. તે મામલે તેમની વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એક બાજુ જ્યાં તાજ હોટલમાં સીસીટીવી ફૂટેજ સામે આવતા હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધી છે ત્યાં જ હવે આ વોરંટ જાહેર થતા આવનારા સમયમાં તેમની મુશ્કેલીઓમાં વધુ વધારો થશે.

English summary
Gujarat Visnagar Court issues arrest warrant against Hardik and Lalji Patel

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.