Gujarat Weather Alert : ગરમીને લઈને રાહતના સમાચાર, થંડરસ્ટ્રોમ અને કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather Alert : ગુજરાત માટે ગરમીને લઈને થોડા રાહતના સમાચાર છે. રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો હતો ત્યારે હવે ગરમી ઘટશે.
હવે હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો અને વાદળછાયા વાતાવરણની આગાહી કરી છે. આ સાથે જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ અને હળવો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

હવામાન વિભાગ મુજબ, આજે અને આવતીકાલે એટલે કે આગામી બે દિવસ રાજ્યના અનેક શહેરોમાં તાપમાનમાં સામાન્યથી લઈને નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.
તાપમાનમાં આશરે 3થી 5 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, જેના કારણે ગરમીનો ચામડી દાઝાવતો અનુભવ થોડો ઘટી શકે છે.
હવામાન વિભાગના અહેવાલ મુજબ, છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની નીચે નોંધાયું છે.
અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી રહ્યુ છે, જ્યારે અમરેલીમાં પણ તાપમાન 40 ડિગ્રી નોંધાયું છે. વડોદરામાં 38 ડિગ્રી અને ભાવનગરમાં 37 ડિગ્રીના પાયા પર તાપમાન નોંધાયું હતું.
રાજકોટ અને ડીસામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું . નલિયા અને પોરબંદર જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 38 ડિગ્રી આસપાસ રહ્યો.
ભુજમાં 39 ડિગ્રી, જ્યારે સુરતમાં 34, ઓખામાં 33 અને દ્વારકામાં માત્ર 31 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ સિવાય આગામી 24 થી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. ડાંગ, આહવા અને વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે.
હાલમાં મળી રહેલી રાહત તાત્કાલિક હોય તેવી છે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આવતા 3 દિવસ પછી ફરીથી તાપમાનમાં વધારો થશે અને ગરમી પોતાનું સ્વરૂપ બતાવશે.












Click it and Unblock the Notifications
