રાજ્યના વાતાવરણમાં પલટો, ઘણી જગ્યાઓએ વરસાદ સાથે હજુ માવઠાની આગાહી
ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો ફેરફાર જોવા મળ્યો છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું પડવાની સત્તાવાર આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદ, વડોદરા અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં આજે મેઘરાજાએ એન્ટ્રી કરી છે. ખાસ કરીને ભરૂચના અંકલેશ્વર અને જંબુસરમાં તેજ પવન સાથે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.

હવામાન વિભાગે આગામી સમય માટે જામનગર, મોરબી અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા જણાવી છે. આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી અને સુરતમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.
આગામી ત્રણ કલાક માટે અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક શહેરોમાં 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે.
આવતીકાલ એટલે કે 24 ફેબ્રુઆરીથી રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થશે અને વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની ધારણા છે. તાપમાનમાં પણ આગામી દિવસોમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે.
કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે, કારણ કે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતીવાડી વિભાગે કાપણી કરેલા પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા અથવા તાડપત્રીથી ઢાંકવા સૂચના આપી છે.












Click it and Unblock the Notifications
