ગુજરાત થયું ઠંડુગાર, ક્લોડ વેવનો "Cool" સપાટો

Posted By:
Subscribe to Oneindia News

જમ્મુ કાશ્મીરમાં થયેલી ભારે હિમવર્ષાના કારણે સમગ્ર પશ્ચિમ ભારતમાં શીત લહેર પ્રસરી ગઇ છે. જેમાં કારણે છેલ્લા પાંચ દિવસથી ગુજરાતમાં ભરમાં વાતવરણ એકદમ ઠંડુગાર થયું છે. જેના કારણે સામાન્ય જન જીવન પણ ખોરવાયું છે.

gujarat

ગુજરાતમાં જ્યાં નલિયા અને ડીસામાં સૌથી વધુ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ત્યાં જ માઉન્ટઆબુમાં પણ ઠંડીના કારણે નખી લેક પણ થીજી ગયું છે. તો બીજી તરફ નલિયામાં પણ તાપમાન 5.4 ડિગ્રી નોંધવામાં આવ્યું છે.

વળી ગાંધીનગર કે જ્યાં હાલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ચાલી રહી છે ત્યાં પણ શીતલહેરના કારણે તાપમાન 8.8 નોંધવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ તાપમાન 10 ડિગ્રીની આસપાસ પહોંચ્યું છે. ત્યારે હવામાન ખાતાએ જણાવ્યું હતું કે આવનારા ત્રણ દિવસ સુધી શીતલહેરના કારણે ઠંડીનો પ્રભાવ રહેશે.

English summary
Gujarat weather drop down due to cold wave. Read here more on it.
Please Wait while comments are loading...