Gujarat Weather: રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું નલિયા, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Weather: ગુજરાતમાં પવનોની દિશા બદલાતા ફરી એકવાર ઠંડીએ જોર પકડ્યું છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાવાનું શરૂ થતા તાપમાનનો પારો ગગડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં ઠંડીનું જોર હજુ વધી શકે છે. હાલમાં રાજ્યમાં વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે.

Gujarat Weather

નલિયામાં કાતિલ ઠંડી, 8 જિલ્લામાં પારો 14 ડિગ્રીની નીચે

રાજ્યમાં ઠંડીના આંકડા જોઈએ તો કચ્છનું નલિયા 10.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડું શહેર રહ્યું છે. આ ઉપરાંત રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું છે.

રાજ્યના મુખ્ય શહેરોમાં લઘુત્તમ તાપમાન (°C)

  • નલિયા: 10.3
  • અમરેલી: 11.8
  • કંડલા એરપોર્ટ: 13.0
  • ડીસા: 13.1
  • વડોદરા: 13.4
  • કેશોદ/ભુજ: 13.8
  • મહુવા: 14.1
  • રાજકોટ: 14.2
  • ગાંધીનગર: 15.0
  • અમદાવાદ: 16.4

કેમ અનુભવાઈ રહી છે બેવડી ઋતુ ?

છેલ્લા કેટલાક દિવસોથી મહત્તમ તાપમાનમાં વધારો થવાને કારણે બપોરે ગરમીનો અહેસાસ થાય છે. અમદાવાદમાં 25 ડિસેમ્બરે મહત્તમ તાપમાન વધીને 32.08 ડિગ્રી નોંધાયું હતું. જોકે, ઉત્તરના પવનો ફૂંકાતા હવે રાત્રિના તાપમાનમાં ઘટાડો શરૂ થયો છે. હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 39 ટકા થઈ ગયું છે, જે ઠંડી વધવા માટે સાનુકૂળ સંજોગો પેદા કરી રહ્યું છે.

ઠંડીનો ચમકારો વધશે કે કેમ ?

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, પવનોની ગતિ અને દિશા જોતા આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. જોકે, ભૂતકાળમાં આગાહી છતાં ઠંડી ગાયબ રહેવાના કિસ્સા બન્યા હોવાથી શહેરીજનોમાં ઠંડીના આગમન અંગે શંકા-કુશંકાઓ પણ જોવા મળી રહી છે. અત્યારે વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X