ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા અને અમરેલી બન્યા સૌથી ઠંડા શહેર, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Weather: રાજ્યમાં શિયાળાએ હવે અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. પવનોની દિશા બદલાઈને ઉત્તર-પૂર્વીય થતા જ સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો તેજ બન્યો છે. હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ, આગામી 24 કલાકમાં તાપમાનમાં હજુ પણ ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે ઠંડીનું જોર વધી શકે છે.

Gujarat weather

નલિયા અને અમરેલી રાજ્યમાં સૌથી ઠંડા

છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં કાતિલ ઠંડીનો અનુભવ થયો છે. નલિયા અને અમરેલીમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે રાજ્યમાં સૌથી નીચું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લીધે અત્યારે રાજ્યમાં 'બેવડી ઋતુ' જેવો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાવાને કારણે હવે ઠંડી પ્રભાવી બની રહી છે.

મુખ્ય શહેરોમાં નોંધાયેલ લઘુત્તમ તાપમાન (°C)

શહેર | તાપમાન
નલિયા | 12.0
કેશોદ | 12.9
અમરેલી | 12.0
વડોદરા | 14.2
ભુજ | 14.0
મહુવા | 14.3
અમદાવાદ | 15.5
ગાંધીનગર | 15.5
ડીસા | 16.0
કંડલા | 15.0

મધ્ય ગુજરાતમાં ઠંડીનો મિજાજ

અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે. હવામાન નિષ્ણાતોના મતે, આગામી થોડા દિવસોમાં આ શહેરોમાં લઘુત્તમ તાપમાન 15થી 16 ડિગ્રીની આસપાસ રહેશે. પવનની બદલાતી દિશાને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે, પવનોની ગતિમાં ફેરફાર થતા આગામી દિવસોમાં તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો-ઘટાડો થઈ શકે છે.

નિષ્ણાંતોની નજર નવા રાઉન્ડ પર

સામાન્ય રીતે ડિસેમ્બરના અંતમાં હાડ થીજવતી ઠંડી પડતી હોય છે. હાલમાં સર્જાયેલી હવામાનની સિસ્ટમને કારણે લોકોને ઠંડીથી થોડી રાહત મળી હતી, પરંતુ પવનોની દિશા બદલાતા ફરીથી ઠંડીમાં વધારો થયો છે. હવે સૌની નજર એ વાત પર છે કે જાન્યુઆરીના પ્રારંભમાં ઠંડીનો નવો અને વધુ તીવ્ર રાઉન્ડ આવશે કે કેમ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X