Weather forecast : ગુજરાતમાં 7 નવેમ્બરથી વાતાવરણમાં મોટો પલટો આવશે, ઠંડા પવન ફૂંકાવાની આગાહી

Weather forecast : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હવામાનમાં અસ્થિરતા જોવા મળી રહી છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના હવામાનને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

તેમના મતે, રાજ્યના નાગરિકોને હજી થોડા દિવસો સુધી વરસાદી માહોલનો સામનો કરવો પડી શકે છે પરંતુ ટૂંક સમયમાં જ વરસાદથી રાહત મળવાની શક્યતા છે.

Gujarat Weather Forecast

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં અરબ સાગરમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે.

રાજ્યના મુખ્ય શહેરોની વાત કરીએ તો, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આ દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

જો કે, લોકોને ટૂંક સમયમાં જ આ વરસાદી માહોલમાંથી મુક્તિ મળશે. હવામાન નિષ્ણાતના કહેવા મુજબ, 10 નવેમ્બર સુધીમાં રાજ્યમાંથી વરસાદનો માહોલ સંપૂર્ણપણે દૂર થઈ જશે.

સૌથી મહત્વની વાત એ છે કે, 7 નવેમ્બર, 2025થી રાજ્યના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. આ તારીખથી વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધશે અને ઠંડા પવનો ફૂંકાવવાની શરૂઆત થશે. આ સાથે રાજ્યમાં ધીમે ધીમે શિયાળાની જમાવટ થશે.

ઠંડીના સત્તાવાર આગમન અંગે વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, 22 ડિસેમ્બર 2025ની આસપાસ રાજ્યમાં આકરી (કડકડતી) ઠંડી પડવાની સંભાવના છે. આમ આ વર્ષે પણ ગુજરાતના લોકોને તીવ્ર શિયાળાનો અનુભવ થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X