Gujarat Weather: સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં હિટવેવની આગાહી, આકરો પડશે આ વર્ષનો ઉનાળો

Gujarat Weather: ગુજરાતમાં માર્ચ મહિનામાં જ ગરમીએ તેનુ રૌદ્ર સ્વરુપ બતાવવાનુ શરુ કરી દીધુ છે. વહેલી સવારે અને રાતે અનુભવાતી ઠંડક પણ હવે ગાયબ થઈ રહી છે. ઉનાળાની શરુઆતમાં જ ગરમીનો પ્રકોપ શરુ થઈ ચૂક્યો છે.

ગુજરાતના ઘણા શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમ પવનો ફૂંકાવા તેમજ કંડલા અને પોરબંદરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

heat

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક ભાગોમાં હિટવેવ રહેશે. વળી, ગરમ પવનો પણ ફૂંકાશે. રાજ્યમાં હાલમાં વાતાવરણ સૂકુ રહેશે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી સુધી વધવાની સંભાવના છે.

આઈએમડી મુજબ મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3થી 5 ડિગ્રી વધુ છે. હવામાન વિભાગ દ્વારા આ વર્ષનો ઉનાળો વધુ આકરો રહેવાનુ અનુમાન પહેલાથી કરી દેવામાં આવ્યુ હતુ. ગુજરાતમાં કંડલા, નલિયા, ઓખા, પોરબંદર, રાજકોટનુ મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ નોંધાઈ રહ્યુ છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારાના વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાશે અને આગામી 5 દિવસ સુધી કંડલા અને પોરબંદરમાં હિટવેવની સ્થિતિ રહેશે. આ વિસ્તારોમાં બપોરે 1થી 4 દરમિયાન ઘરમાંથી બહાર નીકળવાનુ ટાળવાની તેમજ વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.

તાપમાનની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી સહિતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેવાની સંભાવના છે. વળી, ભરુચ, ગીર સોમનાથ, કચ્છ, નવસારી સહિતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, દ્વારકા સહિતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેવાની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X