Gujarat Weather: ઓગસ્ટમાં ચોથા રાઉન્ડમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાત પર હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. માટે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે. હળવાથી સામાન્ય વરસાદની સંભાવના છે.

અમદાવાદ હવામાન કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યુ કે રાજ્યમાં ભારે વરસાદની કોઈ સિસ્ટમ એક્ટિવ નથી પરંતુ દરિયાકિનારે ભારે પવનની સંભાવના હોવાથી આગામી પાંચ દિવસ સુધી માછીમારી પર પ્રતિબંધ છે અને માછીમારીનો દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

rain

રાજ્યમાં સપ્ટેમ્બર સુધી વરસાદ રહેશે. આઈએમડીના જણાવ્યા મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની સંભાવના નથી. જો કે, અમુક જગ્યાએ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.

આ તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઓગસ્ટમાં વરસાદના ચોથા રાઉન્ડમાં ગુજરાતમાં ભારે વરસાદ પડશે. જો કે તેમણે કહ્યુ છે કે જુલાઈની સરખામણીમાં ઓગસ્ટમાં વરસાદ ઓછો રહેશે.

તેમણે વધુમાં જણાવ્યુ કે ઓગસ્ટમાં પણ વરસાદના ભારે ઝાપટા વરસશે. બંગાળના ઉપસાગરમાંથી વેલમાર્ક લો પ્રસરે ઓગસ્ટમાં વરસાદી સિસ્ટમને ખોરવી નાંખી છે. આ ઉપરાંત પૂર્વીય દેશોમાં એક ચક્રવાતે બંગાળના ઉપસાગરનો બધો વરસાદ ખેંચી લીધો છે. આ જ કારણે વાતાવરણમાં ભેજ ઓછો છે. 9થી 13 ઓગસ્ટ વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી છે.

તમને જણાવી દઈએ કે રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટરના અહેવાલ મુજબ ચોમાસાનો અત્યાર સુધીનો કુલ વરસાદ 79.83 નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 135.80 ટકા, સૌરાષ્ટ્રમાં 109.46 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.50 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 63.47 ટકા વરસાદ નોંધાયો છે.

વળી, અહેવાલ મુજબ 207 જળ પરિયોજનામાં 72.26 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં સરદાર સરોવર યોજનામાં 2,51,184 mcft જળસંગ્રહ છે, જે કુલ જળશક્તિના 75.19 ટકા જેટલુ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X