Gujarat Weather: આવતીકાલે રાજ્યના 25 જિલ્લામાં અતિભારે વરસાદ ખાબકશે, જાણો હવામાન વિભાગની આગાહી
Tomorrow Rain Alert: હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓ માટે આવતીકાલે, 18 ઓગસ્ટે વરસાદની આગાહી કરી છે. પોરબંદર, જૂનાગઢ, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Gujarat Rain Alert: જ્યારે અન્ય ઘણા વિસ્તારો, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત અને છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે, ત્યાં યલો એલર્ટ જારી કરાયું છે.

Gujarat Weather: 19 ઓગસ્ટના રોજ, વરસાદનું જોર વધવાની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, 29 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેમાં ભરૂચ, સુરત, તાપી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જ્યારે ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, અમદાવાદ, બોટાદ અને મોરબીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
20 ઓગસ્ટના દિવસે, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં રેડ એલર્ટની શક્યતા છે. તે જ સમયે, દેવભૂમિ દ્વારકા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અને ડાંગ માટે ઓરેન્જ એલર્ટ અને અન્ય 19 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
21 ઓગસ્ટના દિવસે રાજ્યના તમામ જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. જ્યારે ગાંધીનગર, ખેડા, અમદાવાદ, કચ્છ, પોરબંદર, દ્વારકા, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 22 ઓગસ્ટના રોજ કચ્છ, પાટણ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.
Gujarat Rain: આગામી દિવસોમાં પણ વરસાદનું જોર યથાવત રહેશે. 22-23 ઓગસ્ટ દરમિયાન, 11થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર અને જૂનાગઢનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરાયું છે.












Click it and Unblock the Notifications
