Gujarat Weather: રાજ્યમાં આ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

Gujarat Weather: હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. રાજ્યના અમુક જિલ્લાઓમાં આજે ભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યુ હતુ કે આગામી દિવસોમાં વરસાદ થવાની સંભાવના છે. સોમવાર સુધી છૂટોછવાયો વરસાદ વરસશે. મોટાભાગે દક્ષિ ગુજરાતમાં વરસાદ રહેશે.

વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે વધુ એક સિસ્ટમ સક્રિય થવાના કારણે 18, 19 અને 20 જુલાઈએ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે. આ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.

gujarat rain

હવામાન વિભાગની આગાહી મુજબ 18 જુલાઈએ અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વળી, 19 જુલાઈએ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, બરોડા, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 20 જુલાઈએ કચ્છ, સુરેદ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આણંદ,ભરૂચ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આજથી જુલાઈના અંત સુધીમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યુ કે અરબ સાગરમાં ભારે ભેજનો ફ્લો આવશે. જે દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી રહેશે. ઉત્તર પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તર બંગાળની ખાડી સુધી એક ટ્રફ રચાશે. જેના કારણે દેશના મધ્ય ભાગોમાં પણ ભારે વરસાદ થશે.

આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે 20 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં ડિપ ડિપ્રેશનનુ લેન્ડફોલ ઓડિશાના ભાગોમાં થશે. જેના કારણે છત્તીસગઢના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે. 30 જુલાઈએ પણ એક સિસ્ટમ આવશે. જેના કારણે ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X