For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Weather: રાજ્યમાં વરસાદી માહોલ, ગરમીથી રાહત, હવામાન વિભાગની આગાહી, ખેડૂતો ચિંતિત

|
Google Oneindia Gujarati News

Gujarat Weather: રાજ્યમાં અમદાવાદ સહિત ઘણા વિસ્તારોમાં ભરઉનાળે વરસાદી માહોલ છવાઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હીટવેવના વાતાવરણ વચ્ચે પડેલા વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

rain

તમને જણાવી દઈએ કે બુધવારે રાજ્યના 7 જિલ્લાઓમાં માવઠુ થયુ હતુ. મહેસાણા, બહુચરાજી, જોટાણા, કડી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો. ધારી ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદી છાંટા પડ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગના સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થયો છે.

Petrol-Diesel Price: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે થયો ફેરફાર, અહીં ચેક કરો રેટPetrol-Diesel Price: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે થયો ફેરફાર, અહીં ચેક કરો રેટ

હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, બોટાદ, અમરેલી, રાજકોટ અને જૂનાગઢમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વળી, વરસાદની સાથે 40 કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવન પણ ફૂંકાશે.

હવામાન વિભાગે જણાવ્યુ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે ગરમીથી રાહત મળી છે. અમદાવાદમાં અમુક જગ્યાએ ગઈ કાલે વરસાદી ઝાપટા પડ્યા હતા. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ હાલમાં હવા ગરમ છે પરંતુ ભેજના કારણે તાપમાન ઘટશે.

RR vs CSK: ધોની અને સંજુ સેમસનના ધુરંધરો આજે ટકરાશે, જયપુર સ્ટેડિયમનો પિચ અને વેધર રિપોર્ટRR vs CSK: ધોની અને સંજુ સેમસનના ધુરંધરો આજે ટકરાશે, જયપુર સ્ટેડિયમનો પિચ અને વેધર રિપોર્ટ

28 એપ્રિલના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને ડાંગમાં તેમજ 29 એપ્રિલના રોજ અમદાવાદ, ગાંધીનગર સહિત કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દાહોદ, વડોદરા, ભરુચ, સુરતમાં હળવાથી મધ્યમ કે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં માવઠાના કારણે ખેડૂતો પરેશાન અને ચિંતિત છે. મહેસાણાના કડીમાં ભારે વરસાદના કારણે યાર્ડમાં પડેલો એરંડા અને ઘઉંનો પાક પલળી ગયો છે. જેના કારણે ખેડૂતો અને વેપારીઓને નુકશાન થયુ છે. ઉનાળુ પાક એરંડા, બાજરી, જુવાર સહિતના પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે.

Today's IPL Match 2023: આઈપીએલમાં આજે કોની-કોની વચ્ચે મેચ છે - RR vs CSKToday's IPL Match 2023: આઈપીએલમાં આજે કોની-કોની વચ્ચે મેચ છે - RR vs CSK

English summary
Gujarat Weather: Rain forecast for some places in the state, relief from heatwave, farmers worried.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X