Gujarat Weather: રાજ્યમાં આ સ્થળોએ આજે ગાજવીજ સાથે વરસાદની સંભાવના, બે દિવસ પછી પારો જશે 40ને પાર

Gujarat Weather: રાજ્યના ઘણા ભાગોમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદની સંભાવના આગામી બે દિવસ રહેશે. ત્યારબાદ હવામાન સૂકુ રહેશે અને તાપમાનનો પારો વધીને 40ને પાર જશે તેવી સંભાવના છે.

rain

તમને જણાવી દઈએ કે અમરેલી, વલસાડ સહિત ઘણા વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય કે હળવા વરસાદની આગાહી છે.

વળી, સૌરાષ્ટ્ર-કચ્છમાં સુરેન્દ્રનગર, અમરેલી, ગીર-સોમનાથ. જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દીવ અને કચ્છમાં હળવા કે ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત 6 મેના રોજ પણ ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર અને દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ બે દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ સંભાવના ઉપરાંત અમુક જગ્યાએ 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. નોંધનીય છે કે હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે પરંતુ હવે આગામી બે દિવસ પછી ગરમીનુ પ્રમાણ વધશે.

રાજ્યમાં રાજકોટમાં ગુરુવારે સૌથી ઉંચુ 38 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. વળી, અમદાવાદ, ગાંધીનગર, ભૂજ, સુરેન્દ્રનગર, વડોદરા અને વલસાડનુ તાપમાન 37 ડિગ્રી નોંધાયુ હતુ. આગામી દિવસોમાં હવામાંથી ભેજનુ પ્રમાણ ઘટતા તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X