Gujarat Weather: છેલ્લા 12 કલાકમાં રાજ્યના 144 તાલુકામાં વરસાદ, ડોલવણમાં સૌથી વધુ 6.34 ઈંચ વરસ્યો
Gujarat Weather: ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ સક્રિય થયો છે. આ વરસાદથી ખેડૂતો અને સામાન્ય જનતામાં ખુશીનો માહોલ છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં 6.34 ઇંચ જેટલો નોંધાયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાજ્યમાં સવારે 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં 144 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે.

રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 144 તાલુકાઓમાં વરસાદ
ગુજરાતમાં આજે સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધીમાં 144 તાલુકાઓમાં વરસાદ થઈ છે. રાજ્યમાં ડોલવણમાં સૌથી વધુ 6.34 ઈંચ વરસાદ નોંધાયો છે. શહેરામાં 4.25, વાલોડમાં 3.94, ઉમરપાડમાં 3.19, ઉમરેઠમાં 3, નડિયાદમાં 3, માંડવીમાં 2.87, ઉમરગામમાં 2.48, બારડોલીમાં 2.28, આણંદમાં 2.28, મહુવામાં 2, ચિખલીમાં 1.85 અને ગણદેવીમાં 1.77 ઈંચ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ
રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં નોંધાયો છે. ડોલવણ બાદ પંચમહાલના શહેરામાં 4.25 ઇંચ, તાપીના વાલોડમાં 3.94 ઇંચ, અને સુરતના ઉમરપાડામાં 3.19 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત, ખેડાના નડિયાદ અને આણંદના ઉમરેઠમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોને રાહત મળી છે. સુરતના માંડવીમાં 2.87 ઇંચ, વલસાડના ઉમરગામમાં 2.48 ઇંચ, આણંદમાં 2.28 ઇંચ, સુરતના બારડોલીમાં 2.28 ઇંચ, સુરત મહુવામાં 2 ઇંચ, નવસારીના ચીખલીમાં 1.85 ઇંચ અને નવસારીના ગણદેવીમાં 1.77 ઇંચ વરસાદનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 ઓગસ્ટને શનિવારે આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સાબકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં યલ્લો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના અન્ય જિલ્લામાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી.
ગુજરાતમાં સિઝનનો કુલ 87.28 ટકા વરસાદ નોંધાયો
29 ઓગસ્ટ 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 87.28 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 85.14 ટકા, ઉત્તર ગુજરાતમાં 91.82 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 83.46 ટકા, સૌરાષ્ટ્રમાં 83.98 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 90.76 ટકા વરસાદ વરસ્યો છે.












Click it and Unblock the Notifications
