Gujarat Weather: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, આ જિલ્લાઓમાં હિટવેવની સંભાવના

Gujarat Weather: રાજ્યમાં આગ ઝરતી ગરમી યથાવત છે. મોટાભાગના રાજ્યોનુ તાપમાન 38 ડિગ્રીને પાર નોંધવામાં આવ્યુ છે. જેમાં સૌથી વધુ રાજકોટમાં 39.9 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. વળી, સુરેન્દ્રનગરમાં 39.5 અને અમદાવાદમાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

આ ઉપરાંત ગાંધીનગરમાં 38.5 ડિગ્રી અને ડીસામાં 38.4 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યમાં 39 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે.

heat wave

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સુકુ રહેશે. વરસાદની સંભાવના નથી. આગામી પાંચ દિવસ સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના નથી.

આઈએમડીના જણાવ્યા અનુસાર 26થી 28 માર્ચના સુધીના સમયમાં ગુજરાતના ઘણા ભાગોમાં ગરમીનો પારો 43ને પાર જવાની સંભાવના છે. આ દિવસોમાં બપોરના સમયે બિનજરુરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. તેમજ પાણી, લીંબુનુ શરબત પીવ તેમજ ગરમીથી બચવા મોઢા પર રુમાલ અથવા હેલમેટના ઉપયોગની સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ રાજકોટ શહેર સહિત જિલ્લામાં હિટવેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વળી, દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળુ વાતાવરણ રહેવાનુ અનુમાન છે. વળી, કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને અમરેલીમાં હિટવેવની આગાહી છે. ગીર સોમનાથમાં અતિ ભયંકર લૂની આગાહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X