Gujarat Weather: શિયાળાની વિદાય સાથે પારો 4-5 ડિગ્રી વધ્યો, હવામાન વિભાગે આપી હિટવેવની આગાહી
Gujarat Weather: ગુજરાતમાંથી ઠંડી હવે ધીમે-ધીમે વિદાય લઈ રહી છે. ગરમીની શરુઆત થઈ ચૂકી છે. પારો ઉંચો આવી રહ્યો છે. રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધ્યુ છે. મહત્તમ તાપમાનમાં 4થી 5 ડિગ્રીનો વધારો નોંધવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં રાજ્યના તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. વાતાવરણ મોટેભાગે સૂકુ રહેશે તેમજ ઉત્તર-દક્ષિણ દરિયાઈ વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાશે.

આઈએમડીના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દિશા બદલાઈ રહી હોવાથી 10થી 12 માર્ચ દરમિયાન માવઠાની સંભાવના નહિવત છે. વળી, પવનની ગતિમાં પણ ઘટાડો થયો છે. જો કે, 10 માર્ચ બાદ ફરીથી જોરદાર પવન ફૂંકાશે, જેની ગતિ 15તી 20 કિમી પ્રતિ કલાકની રહી શકે છે.
હવામાન વિભાગ મુજબ આવનારા દિવસોમાં પારો ઉંચકાશે. 8-9 માર્ચ દરમિયાન પારો 35 ડિગ્રીને પાર થઈ શકે છે. વળી, હીટવેવનો સામાન્ય રાઉન્ડ પણ જોવા મળી શકે છે.
રાજ્યના તાપમાનની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 14.6 ડિગ્રી, વડોદરામાં 13.6 ડિગ્રી, રાજકોટમાં 13 ડિગ્રી અને સુરતમાં 18.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ હતુ. જ્યારે મહત્તમ તાપમાન અમદાવાદમાં 31.3 ડિગ્રી, વડોદરામાં32.3 ડિગ્રી, રાજકોટમાં 31.8 ડિગ્રી અને સુરતમાં 31 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ. નલિયામાં સૌથી ઓછુ 11.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.












Click it and Unblock the Notifications
