ગુજરાતમાં હજુ પણ માવઠાથી રાહત નહીં, હોલી બાદ બગડી શકે છે વાતાવરણ
ગુજરાતમાં આ વર્ષે હોળીના તહેવાર પૂર્વે જ હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદની શક્યતાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી 27 ફેબ્રુઆરીથી ફરી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. આ નવી સિસ્ટમની વ્યાપક અસર માર્ચ મહિનાના શરૂઆતના દિવસોમાં પણ જોવા મળી શકે છે.

હાલમાં પાંચ અલગ-અલગ સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન જેવી સ્થિતિ સર્જાતા માવઠાનો ભય સેવાઈ રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 ફેબ્રુઆરીની સવાર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના છે. ત્યારબાદ 3 માર્ચ સુધી વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેવાની અને તાપમાન સ્થિર રહેવાની આગાહી છે.
સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર સહિત ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અરવલ્લી, નર્મદા અને તાપી જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતના ડાંગ અને કચ્છ સહિત અમદાવાદ-ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદી માહોલ રહી શકે છે. અરબી સમુદ્ર અને રાજસ્થાન પર સર્જાયેલી સિસ્ટમની અસર સીધી ગુજરાતના હવામાન પર પડી રહી છે.
-
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન? -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર




Click it and Unblock the Notifications
