ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video

અમેરિકાએ ઈરાન સામે યુદ્ધ શરૂ કરતી વખતે દાવો કર્યો હતો કે તેના લક્ષ્યો બે-ત્રણ અઠવાડિયા કે તેથી ઓછા સમયમાં હાંસલ થઈ જશે. પરંતુ યુદ્ધના પાંચમા અઠવાડિયામાં આ દાવ અમેરિકા પર જ ઊંધો પડ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જે વોશિંગ્ટન માટે ચિંતાનો વિષય બન્યો છે.

છેલ્લા ૨૪ કલાકમાં ઈરાને અમેરિકાના બે બ્લેક હૉક હેલિકોપ્ટર અને બે ફાઇટર જેટ્સ હવામાં તોડી પાડ્યા હોવાના અહેવાલ છે. આ ઘટનાએ અમેરિકાને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ઈરાનને હળવાશથી ન લેવું જોઈએ, કારણ કે આ હુમલાઓ અમેરિકી હવાઈ તાકાત માટે મોટો પડકાર બની રહ્યા છે.

ઈરાની ન્યૂઝ એજન્સીએ કુવૈતના કેમ્પ બુહરિંગ પર હુમલામાં અમેરિકી સેનાનું બોઇંગ CH-47 ચિનૂક હેલિકોપ્ટર નષ્ટ થયાનો દાવો કર્યો. ૨૮ ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકી વિમાનો પરનો આ પહેલો સીધો હુમલો છે, જેણે વોશિંગ્ટનના હવાઈ શ્રેષ્ઠતાના દાવાઓને ધૂળ ભેળવી દીધા છે.

માહિતી મુજબ, ઈરાનની સીમામાં ઓપરેશન કરવા ગયેલું એક અમેરિકી F-15E સ્ટ્રાઈક ઈગલ ફાઇટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થયું છે. તેમાંના બે ક્રુ મેમ્બર પૈકી એકને સુરક્ષિત બચાવી લેવાયો, પરંતુ બીજો હજુ લાપતા છે. શક્ય છે કે તે ઈરાનમાં ક્યાંક છુપાયો હોય.

આ ઉપરાંત, કુવૈત ઉપર ઉડતું અમેરિકી A-10 થંડરબોલ્ટ II એટેક એરક્રાફ્ટ પણ નિશાન બન્યું અને ક્રેશ થયું, જોકે તેનો પાયલટ સમયસર ઇજેક્ટ થઈ સુરક્ષિત બચી ગયો હતો. આ ઉપરાછાપરી ઘટનાઓ અમેરિકી સેના માટે ચિંતાજનક બની રહી છે.

લાપતા પાયલટની શોધમાં મોકલાયેલા બે HH-60W જોલી ગ્રીન II હેલિકોપ્ટર પણ ઈરાની ગોળીબારની ઝપેટમાં આવ્યા. જોકે, ક્રુ સુરક્ષિત છે, પરંતુ કેટલાક જવાનો ઘાયલ થયા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે.

તેમજ, એક F-16 ફાઇટિંગ ફાલ્કન ફાઇટર જેટ અને બે KC-135 સ્ટ્રેટોટેંકર વિમાનોને ટેકનિકલ ખામી અથવા સંભવિત ખતરાને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી. આ સતત ઘટનાઓ અમેરિકી સેના માટે એક મોટો ફટકો છે.

આ ઘટનાઓ પછી, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં લાપતા અમેરિકી પાયલટની શોધ માટે 'પાયલટ હન્ટ' અભિયાન શરૂ કર્યું છે.

ઈરાની અધિકારીઓએ લોકોને વિનંતી કરી છે કે જો કોઈને લાપતા પાયલટ વિશે માહિતી મળે તો તરત જ શેર કરે. એટલું જ નહીં, એક પ્રાદેશિક અધિકારીએ દુશ્મન સૈનિકોને પકડનાર કે મારનારને મોટું ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે.

આ ઘટનાઓ પર ડોનાલ્ડ ટ્રમ્પે "આ યુદ્ધ છે અને આવું થતું રહે છે" તેમ કહી પ્રતિક્રિયા આપી. જોકે, નિષ્ણાતો તેમના એ દાવાઓને પડકારે છે કે અમેરિકાએ ઈરાનના હવાઈ ક્ષેત્ર પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. તેમના મતે, નબળી હવાઈ સંરક્ષણ પ્રણાલી પણ મોબાઈલ મિસાઈલ અને ગ્રાઉન્ડ ફાયરિંગ દ્વારા ખતરો ઉભો કરી શકે છે.

ઈરાન યુદ્ધને લાંબું ખેંચવાના મુદ્દે ટ્રમ્પના કટ્ટર MAGA સમર્થકો પણ સંમત નથી. જો કેન્ટ અને રેન્ડી જ્યોર્જ સહિત અડધા ડઝનથી વધુ લોકોએ કાં તો રાજીનામું આપ્યું છે અથવા અસહમતિના કારણે ટ્રમ્પે તેમને બરતરફ કર્યા. આ દર્શાવે છે કે ટ્રમ્પના આંતરિક વર્તુળમાં પણ યુદ્ધને લઈને ઉથલપાથલ ચાલી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X