જયારે પત્નીને તેના પતિ અને ગર્લફ્રેન્ડના 2000 અશ્લીલ ફોટા મળ્યા
ગુજરાતના વડોદરામાં શહેરના ચાંપાનેર ગેટ પાસે રહેતા એક શખ્સના ગેરકાયદેસર સંબંધો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
ગુજરાતના વડોદરામાં શહેરના ચાંપાનેર ગેટ પાસે રહેતા એક શખ્સના ગેરકાયદેસર સંબંધો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પતિની આ હરકતોનો તેની પત્નીએ જ ભાંડો ફોડ્યો છે. હકીકતમાં પતિની પેન ડ્રાઇવ ખોવાઈ ગઈ હતી, જેમાં પતિ અને તેની પ્રેમિકાની બે હજારથી વધુ અશ્લીલ ફોટા હતા. આ પેન ડ્રાઈવ તેની પત્નીને મળી આવી. આ પછી પત્નીએ પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે.

2011 માં લગ્ન થયા હતા, એક પુત્ર પણ છે
મીડિયા રિપોર્ટર્સ અનુસાર 35 વર્ષીય નિશાના લગ્ન વર્ષ 2011 માં દક્ષેશ ભાવસાર સાથે થયા હતા. લગ્નના ત્રણ વર્ષ પછી પુત્રનો જન્મ થયો. એપ્રિલમાં પુત્રના જન્મદિવસ પર કોઈ ઇવેન્ટ નહોતી, છતાં એક યુવતીએ તેને સિલ્વર બ્રેસલેટ ગિફ્ટ કર્યું. તેનાથી પત્નીને શંકા ગઈ. જ્યારે તેણીએ તેના પતિને પૂછ્યું તો પતિએ કહ્યું કે તે યુવતીના સંબંધમાં તેની કાકી છે.

લવલી વાઈફ નામે નંબર સેવ
એક દિવસ પત્નીએ તેના પતિનો મોબાઈલ ચેક કર્યો, પછી યુવતીનો નંબર લવલી વાઈફ નામે સેવ હતો. બંને વચ્ચે ફોન અને વીડિયો કોલ દ્વારા વાતચીત હોવાના પુરાવા પણ મળ્યા હતા. તાજેતરમાં જ પતિ દક્ષેશ કંપનીના કામથી મુંબઇ ગયો હતો, ત્યારે પત્નીએ લોકરની તલાશી લેતાં તેને પેન ડ્રાઇવ મળી. તેમાં ચાંદીનું બ્રેસલેટ ગિફ્ટ કરનાર યુવતીની 2 થી 3 હજાર અશ્લીલ તસવીરો અને વીડિયો મળી આવ્યા હતા.

પતિ અને સસરા તેની સાથે ઝગડો કરવા લાગ્યા
નિશાને ખબર પડી કે તેનો પતિ દક્ષેશ અને તે યુવતી વચ્ચે ગેરકાયદેસર સંબંધ છે. બાદમાં એ પણ સામે આવ્યું કે પતિ તે જ યુવતી સાથે મુંબઇ ગયો હતો. પતિની આ કરતૂતોનો જયારે ભાંડો ફૂટ્યો ત્યારે પતિ અને તેના સસરા શિરીષ ભાવસાર તેની સાથે ઝગડો કરવા લાગ્યા. તેઓ પછી ત્રાસ પણ આપવા લાગ્યા. પત્નીએ કહ્યું કે ઘણી વાર તે મને ફરવા જવાના બહાને શહેરમાં ગમે ત્યાં મૂકી દેતો. આ પછી તે ઘરે પહોંચી ત્યારે પતિ-સસરાએ તેને ઘરમાં પ્રવેશવા દીધી નહીં. પતિએ મને ફોન પર ધમકી પણ આપી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં બોગસ કોલ સેન્ટર ઝડપાયું, કોલગર્લની લાલચ આપી હજારોની ઠગાઈ કરતા












Click it and Unblock the Notifications
