ચૂંટણી પહેલા રાજ્યમાં ઘટશે પેટ્રોલના ભાવ, રૂપાણીએ આપ્યા આદેશ

Posted By:
Subscribe to Oneindia News

ચૂંટણી પહેલા ગુજરાતમાં પેટ્રોલના ભાવ ઘટશે. આ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સંકેત આપી દીધા છે. સીએમ રૂપાણી જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં ઘટાડો કરવાની અપીલ કરી છે જેના પગલે આગામી ટૂંક સમયમાં જ રાજ્યમાં ડિઝલ અને પેટ્રોલના ભાવમાં સરકાર ઘટાડો કરશે. આ માટે ત્વરીક કાર્યવાહી કરવા અધિકારીઓને પણ સૂચિત કરવામાં આવ્યા છે. ત્યાં જ બીજી તરફ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ સીએમની વાતની પૃષ્ઠી આપતા જણાવ્યું છે કે નાણાંમંત્રી અરુણ જેટલીની અપીલ પર રાજ્યમાં ગ્રાહકોને રાહત આપવા માટે સેલ્સ ટેક્સ અને વેટમાં ઘટાડો કરવામાં આવશે.

petrol

જેથી ગુજરાતની જનતાને મોંધવારીમાં રાહત મળી શકે. નોંધનીય છે કે ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલ પર 26 ટકા વેટ લગાવવામાં આવે છે. ત્યારે આ વેટ દરમાં ઘટાડો ચૂંટણી પહેલા કરવામાં આવશે. જેથી લોકોને કેટલાક અંશે લાભ મળશે. જે જોતા આવનારા સમયમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં 3-4 રૂપિયાના ઘટાડો થવાની સંભાવના રહેલી છે.

English summary
Gujarat will reduced VAT changes on petrol: CM Vijay Rupani. Read more on this news.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.