For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતી હાસ્ય સમ્રાટ શાહબુદ્દીન રાઠોડનો આજે જન્મદિવસ

ગુજરાતી હાસ્ય સમ્રાટ શાહબુદ્દીન રાઠોડનો આજે જન્મદિવસ

|
Google Oneindia Gujarati News

ગુજરાતના કેટલાય સાહિત્યકારો છે જેમણે આજે પણ સાહિત્યને જીવતું રાખ્યું છે, તેમનાં પુસ્તકો વાંચીને જ લોકો ભવેભવનો પ્રવાસ ખેડી લેતા હોય છે. તેમના સાહિત્ય સર્જને વાંચકોમાં નવી ચેતના જગવી છે. આવા જ એક સાહિત્યકાર, ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્ય લેખક શાહબુદ્દીન રાઠોડ આજે પોતાનો 83મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

shahbudding rathod

Recommended Video

જન્મદિવસ વિશેષ : ગુજરાતી હાસ્ય સમ્રાટ એવા શાહબુદ્દીન રાઠોડનો આજે જન્મ દિવસ

જણાવી દઈએ કે શાહબુદ્દીન રાઠોડનો જન્મ 9 ડિસેમ્બર 1937ના રોજ સુરન્દ્રનગરના થાણગઢમાં થયો હતો. તેમનો જન્મ અને પાલન-પોષણ ગુજરાતી મુસ્લિમ પરિવારમાં થયું હતું. શાહબુદ્દીનભાઈ રાઠોડે 1958થી 1971 સુધી સમાજ ઘડતરનું કામ કર્યું એટલે કે તેઓ એક શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. અને 1971થી 1976 સુધી આચાર્યની ભૂમિકા ભજવી હતી.

પોતાની મોત પહેલા અભિનેત્રી દિવ્યા ભટનાગરે પત્ર લખી કર્યા ચોંકાવનારા ખુલાસાપોતાની મોત પહેલા અભિનેત્રી દિવ્યા ભટનાગરે પત્ર લખી કર્યા ચોંકાવનારા ખુલાસા

શાહબુદ્દીન રાઠોડની પ્રસિદ્ધિઓ વિશે વાત કરીએ તો 2020માં તેમને સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં તેમની સેવાઓ માટે ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણેં 'મારે ક્યાં લખવું હતું', 'હંસતા હંસાવતા', 'અણમોલ આતિથ્ય', 'સજ્જન મિત્રના સંગાથે', 'દુખી થવાની કળા', 'શૉ મસ્ટ ગો ઓન', 'લાખ રૂપિયાની વાત', 'મારો ગધેડો દેખાય છે', 'હાસ્યનો વરઘોડો', 'દર્પણ જૂઠ્ઠું ના બોલે' વગેરે પુસ્તકો લખ્યાં છે.

શાહબુદ્દીન રાઠોડના સાહિત્ય આધારિત ટેલિવિજન કોમેડી સીરિઝ પાપડ પોલ- શાહબુદ્દીન રાઠોડ કી રંગીન દુનિયા અને ગુજરાતી ફિલ્મ હાસ્યનો વરઘોડાનું સર્જન કરવામાં આવ્યું હતું. તેમાં પાપડ પોલ- સાહબુદ્દીન રાઠોડ કી રંગીન દુનિયા લોકોને ખુબ ગમી હતી, જે દર્શકોના જીવનમાં હાસ્ય ભરવાનું કામ કરતી હતી. આવા જ સાહિત્ય સર્જક શાહબુદ્દીન રાઠોડને જન્મદિવસની ખુભ ખુબ સુભેચ્છા.

English summary
Gujarati comedy emperor Shahbuddin Rathore celebrating his 83rd birthday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X