For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાયિકા કિંજલ દવે પણ બની ફેક ફોટોનો ભોગ, અપરાધી પકડાયો

ગુજરાતી ગાયિકા કિંજલ દવેના બિભસ્ત ફોટો થયા વાયરલ, સોશ્યલ મીડિયામાં ફોટો મુકનાર વ્યક્તિની થઈ અમદાવાદમાં ધરપકડ. આ અંગે વધુ વાંચો અહીં..

By Oneindia
|
Google Oneindia Gujarati News

"ચાર ચાર બંગાળી વળી ગાડી લાઈ દઉં" ગુજરાતી ગીતથી પ્રખ્યાત થયેલી કિંજલ દવેએ પોતાનો ફેક ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હોવાની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચમાં કરી હતી. આ મામલે ક્રાઇમબ્રાંચે અમદાવાદના જ રહેવાસી નિરજ મકવાણાની ધરપકડ કરી છે. આરોપી દ્વારા ફોટોશોપમાં પોતાના અને ગાયિકા કિંજલ દવેના ફોટાને મોર્ફ કરવામાં આવ્યા હતા, જે અંગેની ફરિયાદ કિંજલ દવેના પિતાએ સાઇબર સેલમાં કરી હતી.

kinjal

આ ફોટોને એક યુવાને એડિટ કરી બિભસ્ત ફોટો બનાવીને ફરી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યા હતા. આ અંગે કિંજલ દવેને જાણ થતા અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં તેને સોશ્યલ મીડિયામાં બદાનામ કરવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવ્યા બાદ ક્રાઇમબ્રાંચની ટીમ દ્વારા ફોટો વાયરલ કરનાર નિરજ મકવાણા નામના યુવાનની ધરપકડ કરી છે. આ અંગે ક્રાઇમ બ્રાંચે યુવાન મનોવિકૃત હોવાનું જણાવ્યું છે. આરોપીએ આ તમામ ફોટા મોર્ફ કરીને પોતાના ફેસબુક પેજ સહિતના સોશ્યલ મીડિયામાં વાઇરલ કરેલા છે. તેવી પણ પોલિસને માહિતી આપી છે.

English summary
Gujarati singer Kinjal Dave's fake photos went viral on Social Media. After complaint lunch by her father police arrested one person on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X