For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતી કિશોરોએ 13500 ફૂટ ઊંચાઇ પર આવેલા સૌરકુંડી ઘાટને સર કર્યો

|
Google Oneindia Gujarati News

saurkundi-pass
વડોદરા, 19 જૂન : હિમાચલ અને ઉત્તરાખંડમાં આભ ફાટવાને કારણે થયેલા મૂસળધાર વરસાદ, ભૂસ્ખલન અને ગંગા અને તેની સખી નદીઓના ધોડાપૂરને કારણે વ્યાપક નુકસાન થયું છે. પ્રવાસી ગુજરાતીઓ સહિત હજારો યાત્રાળુઓ સંકટની પરિસ્થિતિમાં મૂકાયા છે. સર્વત્ર હિમાલય અને ઉત્તરાખંડની ચર્ચા છે ત્યારે બાળકિશોર પેઢીમાં સાહસિકતાના સંસ્કારોનું સિંચન કરવાનું અભિયાન ચલાવનારી સંસ્થા ઈકો એડવેન્ચર ટ્રેઇલના 11થી 15 વર્ષની ઉંમરના 22 સદસ્ય બાળવીરો ઓગણીસ વર્ષની યુવતી પ્રાર્થના વૈઘ સીકેનીસના નેતૃત્વ હેઠળ બર્ફિલા હિમાલયનો ખોળો ખુંદવાની પર્વતારોહણની સાફલ્યગાથા સર્જીને સહીસલામત પાછા આવી ગયા છે.

આ સાહસવીરોને પર્વતારોહી દંપતિ સંદીપ અને હેમા વૈઘએ પર્વતારોહણના વિવિધ કરતબોનું પ્રશિક્ષણ હિમાલયની ઊંચાઇઓ પર આપ્યું હતું. દસ દિવસના આ અભિયાન દરમિયાન સાહસવીરોએ થીજીને બરફનું ચોસલું બની ગયેલા સૌરતાલ પર પગલાં પાડવાની સાથે 13500 ફૂટની ઊંચાઇએ આવેલા પર્વત શીખર સૌરકુંડી ટોપના આરોહણ દરમિયાન શૂન્યમાંથી નીચા તાપમાને ઠંડાગાર પવનોના તોફાની વાવાઝોડાં અને બરફવર્ષાને માણવાના હિંમતભર્યા સાહસનો રોમાંચ માણ્યો હતો.

તેમાં ભાગ લેનાર સાહસવીરોમાં સયાલી કેમકર, નિસર્ગ શાહ, હિમલ શાહ, નિસર્ગ પી.શાહ, પ્રાંજલિ રેવાદંડેકર, અભિજય કેમકર, અનુષ્કા વૈઘ, હેરંબ દહીવલકર, પ્રથમ શાહ, ક્રિમા શાહ, તન્વી ત્રિવેદી, ફેમ શાહ, માહી શાહ, જહાન્વી શાહ, રીત્વી શાહ, માનસી શાહ, અનેરી દેશાપાંડે (બેંગ્લોર), ધીરજ દિધે, પલક અરોરા, ઓજસ અરોરા, સાર્થક અરોરા (નવીદિલ્હી) અને અમેયા ચિત્રે (મુંબઇ)નો સમાવેશ થતો હતો.

અનુભવ દ્વારા જ જ્ઞાન મેળવવાનો આશય ધરાવતા આ પર્વતારોહણ અભિયાનનો હિમાચલ પ્રદેશમાં છ હજાર ફુટની ઊંચાઇએ આવેલા પીરની બેઝ કેમ્પથી પ્રારંભ થયો હતો. પર્વતારોહણની જેમને આદત પડી થઇ છે. તેવા સંદિપ વૈઘે જણાવ્યું હતું કે હિમાલયની ધૌલાધાર રેન્જમાં સૌરકુંડી ટોપ અમારું લક્ષ્ય હતું સાડા તેર હજાર ફૂટની ઊંચાઇએ આવેલી તેની ટોચ પર બારેમાસ 14થી 16 કિલોમીટરની ઝડપ હાડ થથરાવનારા ઠંડા પવનો ફૂંકાતા હોય છે. અમે ટોચ પર પહોંચ્યા ત્યારે 5 ડીગ્રી સેલ્સિયસ (માઇનસ) તાપમાન હતું. તેની આગલી રાત બરફના તોફાનથી તંબુ ઉડી જાય તેવા સતત તોળાતા જોખમ વચ્ચે માઇનસ એક અંશ ઉષ્ણતામાનમાં 11300 ફૂટની ઊંચાઇએ વીતાવી હતી.

જો કે આવા વિષમ વાતાવરણમાં પણ સાંજના સમયે બે ખીણો વચ્ચે દોરડું ગોઠવીને ફલાઇંગ ફોકસની તાલીમ દળના સદસ્યોએ હિમતપૂર્વક મેળવી હતી. 11300થી 13500 ફૂટની ચઢાઇ સંપૂર્ણ બરફાચ્છાદિત માર્ગ પર કરી હતી. આ દરમિયાન આઇસ અને સ્નોક્રાફટીંગની બરફમાં પર્વતારોહણ કરવાની તાલીમ સદસ્યોએ મેળવી હતી. તેમને અભિયાન દરમિયાન 40 ફૂટ ઊંચી કમાન્ડો નેટ પર ચઢવાની તાલીમ આપવામાં આવી હતી. તો વળતા પ્રવાસ દરમિયાન બિયાસ નદીના ધુધવાતા ઠંડાગાર પાણીમાં 14 કિ.મી.ના રીવર રાફટિંગનો રોમાંચ તેમણે માણ્યો હતો.

English summary
Gujarati youth successfully reached 13500 feet highted Saurkundi pass.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X