ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 59.42% જળસંગ્રહ થયો, જાણો રાજ્યના જળાશયોની સ્થિતિ
Gujarat Rain: ગુજરાતમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 55.26% વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ 64% વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 59.11%, ઉત્તર ગુજરાતમાં 54.04%, સૌરાષ્ટ્રમાં 54.02% અને પૂર્વ મધ્યમાં 51.64% સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણવાયું છે.

જાણો રાજ્યના જળાશયોની સ્થિતિ
Sardar Sarovar Dam: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 59.42% જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં હાલ પાણીનો સંગ્રહ 1,98,503 એમ.સી.એફ.ટી. નોંધાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,40,817 એમ.સી.એફ.ટી. પાણી સંગ્રહાયું છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 61.06% જેટલું છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરીણામે 206 ડેમો પૈકી કુલ 28 ડેમ સંપૂર્ણ ભરાયા છે. આ ઉપરાંત 48 ડેમને હાઈ એલર્ટ, 19 ડેમને એલર્ટ તથા 23 ડેમને વોર્નીંગ આપવામાં આવી છે. રાજ્યમાં કુલ 206 ડેમો પૈકી 62 ડેમ 70%થી 100%, 41 ડેમ 50%થી 70% તથા 38 ડેમ 25%થી 50% જેટલા ભરાયા છે. છેલ્લા 24 કલાકમાં તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.
Gujarat News: ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 25 જુલાઈ 2025ની સ્થિતિએ ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં કુલ 58.38 લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે, 68.23% વિસ્તારમાં ખરીફ -ચોમાસું પાકનું વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 19.42 લાખ હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં બીજા ક્રમે 19.62 લાખ હેકટર વિસ્તારમાં કપાસના પાકનું વાવેતર કરાયું છે. ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં સ્થાનિક વહીવટી તંત્ર, એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા અત્યાર સુધીમાં 10 જિલ્લામાંથી 4,278 નાગરિકોનું સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 689 નાગરીકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
